તા. ૨૮ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૮ શુક્રવાર
News of Saturday, 28th November 2026
રિવરફ્રન્ટ ફ્લાવર શો 2027ની ભવ્ય તૈયારી શરૂ: મજૂરોની 2 હજાર શિફ્ટ સાથે કરોડોના ખર્ચનું આયોજન
ફૂલ-છોડની જાળવણી અને ડિસ્પ્લે માટે ₹22.26 લાખ તથા 8 કલાકની શિફ્ટ દીઠ ₹713 લેખે ₹14.26 લાખનો ખર્ચ; ચાર મહિના સુધી કામગીરી ચાલશે

અમદાવાદ : અમદાવાદમાં દર વર્ષે યોજાતા ફ્લાવર શો 2027ને વધુ ભવ્ય અને આકર્ષક બનાવવા માટે રિવરફ્રન્ટ ખાતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે, જેમાં રંગબેરંગી ફૂલો, સજાવટ અને કલાત્મક ડિસ્પ્લેની કામગીરી માટે મજૂરોની 2 હજાર શિફ્ટ સહિત વિવિધ ખર્ચનું આયોજન કરાયું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર ફૂલ-છોડની જાળવણી, રેસ્ટોરેશન, પરિવહન અને કલાત્મક ડિસ્પ્લે તૈયાર કરવા, નર્સરીઓમાંથી ફૂલ-છોડ લાવવા, ગોઠવવા, પાણી આપવા અને શો દરમિયાન જાળવણી માટે અંદાજે ₹22.26 લાખનો ખર્ચ કરવામાં આવશે.
ફૂલ-છોડની હેરફેર, ગોઠવણી અને જાળવણી માટે મજૂરોની કુલ 2 હજાર શિફ્ટ નક્કી કરાઈ છે, જેમાં પ્રતિ મજૂર 8 કલાકની શિફ્ટ માટે ₹713ના દરે મનપા દ્વારા કુલ ₹14.26 લાખ ખર્ચવામાં આવશે.
ફ્લાવર શો સમયસર આકાર પામે તે માટે સંબંધિત કોન્ટ્રાક્ટર મારફતે આશરે ચાર મહિના સુધી સતત કામગીરી ચાલુ રાખવામાં આવશે અને નક્કી કરેલા દરો મુજબ ચુકવણી કરાશે.
કામગીરીમાં બેદરકારી કે નિર્ધારિત સંખ્યા કરતાં ઓછા મજૂરો મોકલવામાં આવે તો કોન્ટ્રાક્ટર પાસેથી પ્રતિ મજૂરદીઠ ₹1,000નો દંડ વસૂલવાની કડક જોગવાઈ પણ રાખવામાં આવી છે.
હવે ચાર મહિના ચાલનારી આ તૈયારીઓની પ્રગતિ, રિવરફ્રન્ટ પર ઊભા થનારા નવા આકર્ષણો અને 2027ના ફ્લાવર શોના આયોજન પર શહેરીજનોની નજર રહેશે.
(7:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
