તા. ૨૮ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૮ શુક્રવાર
News of Saturday, 28th November 2026
રાજકોટમાં ફિટનેસ ક્ષેત્રે નવો અધ્યાયઃ અત્યાધુનિક સુવિધાઓ
સાથે ‘ફલેક્સફિનિટી જીમ'ની ત્રીજી બ્રાન્ચનો કાલથી પ્રારંભ * મેયર ડો. નેહલભાઇ શુક્લના હસ્તે ઉદઘાટન *અમેરિકન ટેક્રોલોજીની મશીનરી, આઇસ બાથ, સેવન-ડી મસાજિંગ ચેર, આઇ મસાજર અને પ્રોટીન વેન્ડિંગ મશીન સહિતની વિશેષ સુવિધાઓથી લોકોને મળશે આધુનિક ફિટનેસનો અનુભવ * જીમના ઉદઘાટન વખતે સભ્ય બનનાર દરેકને એક સર્વિસ સરપ્રાઇઝ અને મોટું ડિસ્કાઉન્ટ અપાશે

અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે ફલેક્સફિનિટી જીમના દિક્ષીતભાઇ વિરડિયા, પાયલબેન પોપટ, ધ્રુમીલભાઇ મારકણા, દિયાબેન પોપટ અને રાકેશભાઇ પોપટ તસવીરમાં નજરે પડે છે.
રાજકોટ, તા.૨૭: આજના સમયમાં ફિટનેસ માત્ર શરીર સૌષ્ઠવ પૂરતું સીમિત રહ્યું નથી, પરંતુ સ્વસ્થ જીવનશૈલી અને શારીરિક-માનસિક તંદુરસ્તી માટેની આવશ્યકતા બની રહ્યું છે. લોકોમાં હેલ્થ અને ફિટનેસ પ્રત્યે વધતી જાગૃતિ વચ્ચે રાજકોટમાં ‘ફલેક્સફિનિટી જીમ' દ્વારા આધુનિક ફિટનેસ ક્ષેત્રે વધુ એક છોગુ ઉમેરાવા જઇ રહ્યું છે. આવતીકાલે એટલે કે તા.૨૯ ને રવિવારે શહેરના સ્પીડવેલ ચોક પાસે સવારે ૮ કલાકથી જીમની ત્રીજી બ્રાન્ચનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. ગુજરાતમાં પ્રથમવાર કહી શકાય તેવી અમુક અત્યાધુનિક મશીનરી અને નવીન ટેક્રોલોજી આધારિત સુવિધાઓ સાથે આ જીમ શરૂ કરનાર દિક્ષીતભાઇ વિરડીયા, પાયલબેન પોપટ, ધ્રુમીલ મારકણા અકિલાના આંગણે આવ્યા હતા અને ફલેક્સફિનિટી જીમ નવી ત્રીજી શાખા વિશે વિગતે માહિતી આપી હતી. ફિટનેસની કોઈ મર્યાદા નથી અને સતત પોતાની જાતને વધુ સારી બનાવતા રહેવું એ આ ફલેક્સફિનિટી જીમનો મુખ્ય વિચાર છે. દિક્ષીતભાઇ અને પાયલબેને જણાવ્યું કે, હાલ ઝેન-જીમાં બોડી બનાવવાનો ક્રેઝ છે ત્યારે ફલેક્સફિનિટી જીમ તેમાં મદદરૂપ બને છે. આ ત્રીજી બ્રાન્ચ છે. જીમની પહેલી શાખા ૧૫૦ ફૂટ રીંગ રોડ પર બીહ બઝાર પાસે, બીજી બ્રાન્ચ આકાશવાણી ચોક યુનિવર્સિટી રોડ પાસે છે. રાજકોટમાં અનેક જીમ છે પણ અમે જે કસરતની મશીનરી અને સર્વિસ આપવાના છીએ તે ગુજરાતમાં પહેલીવાર છે. જેમાં જીમમાં અમેરિકાથી આયાત કરાયેલી ટેક્રોલોજી અને મિકેનિઝમ ધરાવતાં સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત વિશ્વસ્તરીય ફિટનેસ સાધનો માટે જાણીતી બ્રાન્ડ્સ ઙ્કરિયલ લીડરઙ્ઘ અને ઙ્કજેરાઇ ફિટનેસઙ્ઘ ની મશીનરી પણ ઉપલબ્ધ છે. ખાસ કરીને વર્કઆઉટની સાથે બોડી રિકવરી અને રિલેક્સેશનને પણ એટલું જ મહત્વ આપવામાં આવ્યું છે.
જીમનું સૌથી વિશેષ આકર્ષણ અત્યાધુનિક આઇસ બાથ સુવિધા છે. સામાન્ય રીતે આઇસ બાથ માટે બરફના ટુકડા અને ઠંડા પાણીનો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ અહીં મશીન દ્વારા ટેમ્પરેચર નિયંત્રિત કરી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. ડોક્ટરો જેમને આની સલાહ આપે છે તે ટેમ્પરેચરમાં આઇસ બાથ લઇ શકે છે. મશીનમાં આશરે માઇનસ ૧૦ ડિગ્રીથી પ્લસ ૧૦ ડિગ્રી સુધી તાપમાન સેટ કરવાની સુવિધા છે. ખાસ કરીને વર્કઆઉટ બાદ સ્નાયુઓની થાક અને રિકવરી માટે, ગોઠણના દુખાવામા રાહત મળે છે. આ ઉપરાંત સ્વચ્છતા અને હાઇજીનનું પણ વિશેષ ધ્યાન રાખવામાં આવે છે. વધુમાં આ ફલેક્સફિનિટી જીમમાં શારીરિક થાક દૂર કરવા અને રિલેક્સેશન માટે અહીં ‘સેવન ડી' ટેક્રોલોજી ધરાવતી મસાજિગ ચેર પણ મૂકવામાં આવી છે. તેની સાથે રાજકોટમાં પહેલીવાર આઇ મસાજરની વિશેષ સુવિધા પણ ઉપલબ્ધ કરાવાઇ છે. માથાનો દુખાવો, માઇગ્રેન અથવા ઊંઘની અનિયમિતતા ધરાવતા લોકો માટે આ પ્રકારની સુવિધા ઉપયોગી સાબીત થશે.
પાયલબેન પોપટનું કહવું હતું કે, ખાણી-પાણીની આદતને કારણે જીમનો ટ્રેન્ડ વધતો જાય છે. ડોક્ટરો પણ સલાહ અપે છે કે તમારે જીવનમા દવાથી દૂર રહેવું હોય તો પોતાની તંદુરસ્તી માટે દરરોજ એક કલાક જીમને આપવી જરૂરી છે. આ જીમમાં ફિઝીયો થેરાપીસ્ટની સેવા પણ ઉપલબ્ધ રહેશે. લેડિઝ અને જેન્ટ્સ બંને માટે અલગ અલગ ટ્રેનરની વ્યવસ્થા રાખવામાં આવી છે. મહિલાઓ માટે ઝુમ્બા, યોગા, એરોબિક્સનો આખો સ્ટુડિયો અલગથી રખાયો છે. ઉપરાંત રાજકોટમાં આ જીમની સાથે પહેલીવાર પિલાટેસ પણ ઉપલબ્ધ છે જેમાં એ શરીરની શક્તિ, લવચીકતા, સંતુલન અને મુદ્રા સુધારવા માટેની એક અસરકારક લો-ઇમ્પેક્ટ કસરત કરી શકે છે. અહિ એકસાથે આશરે ૫૦ થી ૫૫ લોકો વર્કઆઉટ કરી શકે તેવી ૫૦૦૦ સ્વેર ફુટની વિશાળ જગ્યા તથા ૫૦૦ સ્વેર ફુટનો સ્ટુડિયો પણ કાર્યરત છે. જીમ માલિકોનું કહેવું છે કે, આ રાજકોટનું એકમાત્ર જીમ છે જે ખાતરી આપે છે કે, વજન વધારવા, ઘટાડવા, સાંધાના દુખાવામાં રાહત આપવામાં સર્ટીફાઇડ ટ્રેનર ટ્રેનીંગ આપે છે.દિક્ષીતભાઇ, પાયલબેન અને ધ્રુમીલભાઇએ જણાવ્યું કે, ૨૯ તારીખે જીમના ઉદઘાટન વખતે સભ્ય બનનાર દરેકને એક સર્વિસ સરપ્રાઇઝ અને મોટું ડિસ્કાઉન્ટ અપાશે. ફલેક્સિનિટી જીમની ત્રીજી બ્રાન્ચ શરૂ થવા પાછળ સભ્યો અને ક્લાયન્ટનો વિશ્વાસ મહત્વપૂર્ણ રહ્યો હોવાનું સંચાલકોનું કહેવું છે. અગાઉની બંને બ્રાન્ચમાં ૪૫૦૦ થી વધુ સભ્યો આ જીમ સાથે જોડાયેલા છે. જીમને મળેલા પ્રતિસાદ અને સભ્યોના સહકારને કારણે ત્રીજી બ્રાન્ચ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ફલેક્સફિનિટી જીમની ત્રીજી બ્રાન્ચનું ઉદઘાટન આવતીકાલે તા.૨૯ ને રવિવારે મેયર નેહલભાઇ શુક્લના હસ્તે થશે. જ્યારે ઉદયભાઇ કાનગડ, ડો. દર્શિતાબેન શાહ, રમેશભાઇ ટિલાળા, દક્ષાબેન વસાણી, પરેશભાઇ પીપળિયા, હિરેનભાઇ ખીમાણીયા, સંજયસિંહ રાણા, પરેશભાઇ ગજેરા સહિતના મહાનુંભાવો આ પ્રસંગે ઉપસ્થિત રહેશે. અકિલા ખાતે દિક્ષીતભાઇ વિરડીયા, પાયલબેન પોપટ, ધ્રુમીલ મારકણા, દિયાબેન પોપટ અને રાકેશભાઇ પોપટ હાજર રહ્યા હતા.
સંપર્કઃ ફલેક્સફિનિટી જીમ, ધ કોર્પોરેટ વર્લ્ડ, બીજો માળ, સ્પીડવેલ ચોક પાસે, સુવર્ણ ભુમિ, રાજકોટ. મો. ૭૬૦૦૫ ૭૧૨૨૬. (૪૦.૩૨)
ગુજરાતનું પહેલું પ્રોટીન વેન્ડિંગ મશીન ફલેક્સફિનિટી જીમમાં ઉપલબ્ધ..!
ગુજરાતનું પહેલું પ્રોટીન વેન્ડિંગ મશીન ફલેક્સફિનિટી જીમમાં ઉપલબ્ધ બન્યું છે. દિક્ષીતભાઇ અને પાયલબેને જણાવ્યું કે, વર્કઆઉટ બાદ પ્રોટીનનું સેવન કરવા માટે પણ જીમમાં આધુનિક વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં પ્રોટીન વેન્ડિંગ મશીન દ્વારા સભ્યો પોતાની જરૂરિયાત મુજબ પાણીનું પ્રમાણ અને તાપમાન પસંદ કરી શકશે અને મશીનમાંથી તૈયાર પ્રોટીન શેક મેળવી શકશે. આ વ્યવસ્થાને કારણે પ્રોટીન પાઉડર, શેકર અને અન્ય સામગ્રી સાથે રાખવાની ઝંઝટમાંથી પણ મુક્તિ મળશે. ખાસ વાત એ છે કે કોઇ વ્યક્તિ બીજે જીમમાં જતા હોય અને પ્રોટીન શેક માટે અહિ આવવું હોય તો તેઓ પણ આવી શકે છે જે દરેક માટે ઉપલબ્ધ બનાવાયું છે. આ પ્રોટીન વેન્ડિંગ મશીનથી ૧૦ પ્રકારની ફલેવર મળી રહેશે. આ મશીન સમગ્ર ગુજરાતમાં એક માત્ર ફલેક્સફિનિટી જીમની ત્રીજી બ્રાન્ચમાં ઉપલબ્ધ બન્યું છે.
(1:25 PM IST)










