તા. ૨૮ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૮ શુક્રવાર
News of Saturday, 28th November 2026
મહેસાણાના કડીમાં ભવનાથ મહાદેવ મંદિર પરિસરમાંથી મળ્યું વર્ષો જૂનું ગુપ્ત ભોંયરું: ગણપતિ દાદાની મૂર્તિ મળ્યાનો દાવો
શ્રદ્ધાળુઓમાં કુતૂહલ અને ઉત્સુકતા; સફાઈ કામગીરી શરૂ છતાં સત્તાવાર પુરાતત્ત્વીય પુષ્ટિ બાકી

કડી : મહેસાણા જિલ્લાના કડી સ્થિત ભવનાથ મહાદેવ મંદિર પરિસરમાં વર્ષો જૂનું ગુપ્ત ભોંયરું મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ચર્ચા અને શ્રદ્ધાળુઓમાં ભારે કુતૂહલ જાગ્યું છે, જ્યાં ભોંયરામાંથી ગણપતિ દાદાની મૂર્તિ મળી હોવાનો ભક્તો દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે.
મંદિર પરિસરમાં ગુપ્ત ભોંયરું હોવાની વાત સામે આવતાં સ્થાનિક લોકો અને શ્રદ્ધાળુઓમાં આ ભોંયરાને નજીકથી જાણવાની ઉત્સુકતા વધી છે.
આ ભોંયરું કેટલા વર્ષ જૂનું છે, તેનું નિર્માણ કયા હેતુથી કરવામાં આવ્યું હતું અને અગાઉના સમયમાં તેનો કયા પ્રકારનો ઉપયોગ થતો હતો તે અંગે વિવિધ સવાલો ઊભા થયા છે.
ભોંયરું મળી આવ્યા બાદ મંદિરના ભક્તો દ્વારા સફાઈની કામગીરી શરૂ કરવામાં આવી છે, જોકે ભોંયરાની ઐતિહાસિકતા અને મૂર્તિ અંગે સત્તાવાર પુરાતત્ત્વીય પુષ્ટિ હજુ સુધી થઈ નથી.
ધાર્મિક સ્થળ સાથે જોડાયેલી આ નવી બાબતને લઈને કડી અને આસપાસના વિસ્તારના લોકોમાં ભારે ચર્ચા જોવા મળી રહી છે.
(11:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
