તા. ૨૮ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૮ શુક્રવાર
News of Saturday, 28th November 2026
ભાવનગરમાં જેલમાં પથુભા પીપરાળીના મોત મામલે વિવાદ વકર્યો::ચોથા દિવસે પણ પરિવારજનોનો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર
ક્ષત્રિય સમાજની સાથે હવે આહીર અને કોળી સમાજે પણ સમર્થન જાહેર કરતાં પથુભાના મોતનો મામલો સામાજિક સ્તરે પણ ચર્ચાનો વિષય બન્યો

ભાવનગરમાં જેલમાં પથુભા પીપરાળીના મોત મામલે વિવાદ યથાવત્ છે. ઘટનાના ચોથા દિવસે પણ પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરતાં મામલો વધુ ગંભીર બન્યો છે. પથુભાના મોત મામલે ફરિયાદ નોંધવામાં આવે અને સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેવી પરિવારજનોની માગ છે.
પરિવારજનોએ વલ્લભ વિરડીયા અને વિશાલ ધામેલીયા સામે રૂ.1.85 કરોડની ખંડણી માગવાના તેમજ પથુભાને માનસિક ત્રાસ આપવાના આક્ષેપ કર્યા છે. બંને શખ્સો સામે ફરિયાદ નોંધવામાં નહીં આવે તો આંદોલન કરવાની પણ પરિવારજનોએ ચીમકી ઉચ્ચારી છે. બીજી તરફ, આ મામલે ક્ષત્રિય સમાજ પણ મેદાનમાં આવ્યો છે અને બંને શખ્સો સામે બોરતળાવ પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી છે. ક્ષત્રિય સમાજની સાથે હવે આહીર અને કોળી સમાજે પણ સમર્થન જાહેર કરતાં પથુભાના મોતનો મામલો સામાજિક સ્તરે પણ ચર્ચાનો વિષય બન્યો છે.
(1:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
