તા. ૨૮ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૮ શુક્રવાર
News of Saturday, 28th November 2026
સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડક યથાવતઃ નલીયા ૧૧.ર ડીગ્રી
જો કે હજુ શિયાળો બરાબરનો જામતો નથીઃ સૂર્ય નારાયણના દર્શન થતાની સાથે જ બફારામાં વધારો

રાજકોટ તા. ર૮ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડક યથાવત છે જો કે હજુ શિયાળો બરાબરનો જામ્યો નથી. માત્ર વહેલી સવારે અને રાત્રે ઠંડીની અસર વર્તાય છે.
: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ઠંડીનો ચમકારો યથાવત રહ્યો છે. તા. ૨૦૨૬-૧૧-૨૮ના રોજ નોંધાયેલા લઘુત્તમ તાપમાનના આંકડા મુજબ રાજ્યમાં સૌથી ઠંડું મથક નલિયા રહ્યું હતું, જ્યાં લઘુત્તમ તાપમાન ૧૧.૨ ડિગ્રી નોંધાયું હતું. જ્યારે સૌથી વધુ લઘુત્તમ તાપમાન વેરાવળમાં ૨૧.૧ ડિગ્રી નોંધાયું હતું.
સૌરાષ્ટ્ર-કચ્છમાં રાજકોટમાં ૧૫.૦ ડિગ્રી, પોરબંદરમાં ૧૫.૬ ડિગ્રી, અમરેલીમાં ૧૭.૬ ડિગ્રી, ભાવનગરમાં ૧૭.૮ ડિગ્રી, દ્વારકામાં ૧૮.૮ ડિગ્રી, ઓખામાં ૨૦.૪ ડિગ્રી અને ભુજમાં ૧૭.૩ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.
મધ્ય અને ઉત્તર ગુજરાતમાં અમદાવાદમાં ૧૮.૮ ડિગ્રી, વડોદરામાં ૧૬.૪ ડિગ્રી, ગાંધીનગરમાં ૧૬.૫ ડિગ્રી, ડીસામાં ૧૬.૨ ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં ૧૬.૦ ડિગ્રી લઘુત્તમ તાપમાન રહ્યું હતું.
દક્ષિણ ગુજરાત અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સુરતમાં ૧૮.૪ ડિગ્રી, કંડલામાં ૧૬.૫ ડિગ્રી, દમણમાં ૧૭.૦ ડિગ્રી અને દીવમાં ૧૬.૭ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.
વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે, જ્યારે બપોરના સમયે તડકો રહેતા ગરમીનો અનુભવ થાય છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં પણ લઘુત્તમ તાપમાનમાં મોટો ફેરફાર થવાની શકયતા ઓછી છે.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર :.. બાજરા સંશોધન કેન્દ્ર, જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ૧૪.૪, મહત્તમ તાપમાન ૩૦.૬, ભેજનું પ્રમાણ પર ટકા, પવનની ગતિ ર.૬ કિ. મી. રહી હતી.

(12:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
