<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th November 2026

હાલારનું ગૌરવ વધારતા યુવા ઉદ્યોગપતિ જય મોરઝરિયાની રાષ્ટ્રીય સ્તરે વરણી : આરએસએસ પ્રેરિત યંગ એન્ટરપ્રેન્યોર્સ ફોર ભારતના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે સંભાળી કમાન

યુવા ઉદ્યોગસાહસિકોને નવી દિશા, રોજગાર સર્જનને પ્રોત્સાહન અને ઉદ્યોગસાહસિકતા થકી રાષ્ટ્રનિર્માણના કાર્યોને નવી ઊંચાઈએ લઈ જવા શુભેચ્છાઓનો વરસાદ : સમગ્ર હાલાર પંથકમાં ગૌરવની લાગણી

(દીપેશ સામાણી દ્વારા) દ્વારકા : હાલાર પંથકનું નામ રાષ્ટ્રીય ફલક પર રોશન કરતા યુવા ઉદ્યોગપતિ જય મોરઝરિયાને રાષ્ટ્રીય સ્તરે અત્યંત મહત્વપૂર્ણ સંગઠનાત્મક જવાબદારી સોંપવામાં આવી છે. પ્રાપ્ત થયેલા અભિનંદન સંદેશ અનુસાર, તેમણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પ્રેરિત સંસ્થા યંગ એન્ટરપ્રેન્યોર્સ ફોર ભારત (YEB)ના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેની જવાબદારી વિધિવત રીતે સંભાળી લીધી છે.

હાલારના યુવા ઉદ્યોગપતિને રાષ્ટ્રીય કક્ષાના સંગઠનમાં આટલું મોટું અને જવાબદારીભર્યું સ્થાન મળતા સમગ્ર પંથકના ઉદ્યોગ જગત અને સામાજિક વર્તુળોમાં ગૌરવની લાગણી પ્રસરી ગઈ છે. આ મહત્વપૂર્ણ નિયુક્તિ બદલ તેમના પર ચોમેરથી અભિનંદન અને શુભકામનાઓનો વરસાદ થઈ રહ્યો છે.

જય મોરઝરિયાના સક્ષમ નેતૃત્વ હેઠળ દેશના યુવા ઉદ્યોગસાહસિકોને નવી દિશા અને માર્ગદર્શન મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત તેમના કાર્યકાળ દરમિયાન રોજગાર સર્જનને વેગ મળે અને ઉદ્યોગસાહસિકતાના માધ્યમથી રાષ્ટ્રનિર્માણના કાર્યોને નવી ઊંચાઈ પ્રાપ્ત થાય તેવી શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી છે.

(6:11 PM IST)