<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th November 2026

AI સુરક્ષા અને માનવજાતના ભવિષ્ય પર સૌથી મોટો અને સનસનાટીભર્યો ધડાકો: AIના કારણે 2027માં કોરોનાથી પણ વધુ મોત થઈ શકે તેવી ભયાનક ચેતવણી:3 મોટા ખતરાને જોતાં ઘરમાં 14 દિવસનું ભંડોળ રાખવાની સલાહથી વિશ્વભરમાં ભારે હાહાકાર

AI સંશોધક નિકોલા યુર્કોવિચના દાવાઓથી ટેક અને સુરક્ષા વર્તુળોમાં ખળભળાટ: AI બેકાબૂ બનવું, જૈવિક હથિયારોનું જોખમ અને મહત્ત્વપૂર્ણ માળખામાં ઘૂસણખોરી સહિતના મુદ્દાઓ પર ચર્ચા તેજ: 14 દિવસનો ખોરાક-પાણી અને રોકડ સાચવવાની સલાહ વચ્ચે નિષ્ણાતોમાં પણ મતમતાંતરથી ભારે ચર્ચા અને ચકચાર

નવી દિલ્હી:આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ની હરણફાળ ગતિ વચ્ચે એક અત્યંત ચોંકાવનારી અને સનસનાટીભરી ચેતવણી સામે આવી છે. AIના કારણે 2027માં કોરોનાથી પણ વધુ મોત થઈ શકે છે અને 3 ભયાનક ખતરાને જોતાં 14 દિવસનું ભંડોળ રાખજો તેવી નિષ્ણાતની ચેતવણીએ સમગ્ર વિશ્વમાં ભારે હડકંપ, ચિંતા અને ચકચાર મચાવી દીધી છે.
વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)ના આંકડા અનુસાર, કોરોના મહામારી દરમિયાન વિશ્વભરમાં 71 લાખથી વધુ મૃત્યુ નોંધાયા હતા. જોકે, વૈજ્ઞાનિકોનું માનવું છે કે મહામારીને કારણે વાસ્તવિક મૃત્યુઆંક 2 કરોડથી વધુ હોઈ શકે છે. AIના જોખમ અંગે ચેતવણી આપતા નિષ્ણાતો તેને ભવિષ્યના મોટા વૈશ્વિક સંકટ તરીકે જોઈ રહ્યા છે. નિકોલા યુરકોવિચે ઓનલાઇન બેન્કિંગ સિસ્ટમ ઠપ થવાની પણ આશંકા વ્યક્ત કરી છે. તેમણે લોકોને સંભવિત કટોકટી માટે ઘરમાં 14 દિવસનો ખોરાક, પાણી અને રોકડ રાખવાની સલાહ આપી છે. તેમના મતે, AI પર માનવ નિયંત્રણ નબળું પડી રહ્યું છે. આ વર્ષે AIના કારણે કંપનીઓની કમ્પ્યુટર સિસ્ટમમાં ઘૂસણખોરી અને આર્થિક નુકસાન જેવી ઘટનાઓ પણ સામે આવી છે.
યુર્કોવિચના જણાવ્યા અનુસાર, જો AIના વિકાસની ગતિ પર નિયંત્રણ નહીં આવે તો 2030ના અંત સુધીમાં માનવજાતના અસ્તિત્વ પર જોખમ ઊભું થવાની અથવા AI પર નિયંત્રણ ગુમાવવાની આશંકા 50 ટકા સુધી હોઈ શકે છે. તેમણે એવો પણ અંદાજ વ્યક્ત કર્યો છે કે જો માનવજાત આ જોખમમાંથી બચી જશે તો આગામી 10 વર્ષમાં હાલની મોટાભાગની નોકરીઓનું સ્વરૂપ બદલાઈ શકે છે અથવા તે નોકરીઓ અસ્તિત્વમાં નહીં રહે.
યોશુઆ બેન્ઝિયો, AI ક્ષેત્રના અગ્રણી વૈજ્ઞાનિક: તેમના મતે, આપણે ઝડપથી એવા AI સિસ્ટમ્સ બનાવી રહ્યા છીએ જેના પર નિયંત્રણ રાખવાની ક્ષમતા હજુ વિકસાવી શક્યા નથી. આ સ્થિતિ માનવજાત માટે જોખમ ઊભું કરી શકે છે.

 

 

(6:32 PM IST)