<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

પોલીસના નામે આંતરી યુવાન અને મંગેતરના તેની જ કારમાં અપહરણઃ ઝાડીમાં લઇ જઇ ફટકાર્યાઃ બદઇરાદામાં સફળ ન થતાં રોકડ પડાવી : રાજકોટમાં ૩૧મીની રાતે એક વાગ્‍યે અવધ રોડ પર ટીજીબી સર્કલ નજીક બની ખળભળાટ મચાવતી ઘટનાઃ પોલીસ તપાસનો ધમધમાટ :હાલમાં જ જેનું સગપણ થયું છે એ નાના મવા રોડ વિસ્‍તારનો ૨૫ વર્ષનો યુવાન અને મંગેતર થર્ટી ફર્સ્‍ટ પાર્ટીમાંથી કારમાં ઘરે જવા નીકળ્‍યા ત્‍યારે બીજી કારમાં આવેલા ૪ નશાખોરોએ આંતર્યાઃ પોલીસના નામે રોફ જમાવી યુવાનને બહાર નીકળી જવા કહ્યું: પણ તે ન નીકળતાં ખેંચીને પાછળ બેસાડી દેવાયોઃ બે જણા તેની સાથે બેસી ગયા, ત્રીજાએ કાર હંકારીઃ અવાવરૂ જગ્‍યાએ લઇ ગયાઃ ફરી યુવાનને બહાર કાઢવા બેફામ મારકુટ કરીઃ પણ તે નીકળ્‍યોઃ તેની મંગેતરને પણ મારકુટઃ ઘરેથી આધારકાર્ડ મંગાવવાનું કહેતાં પરિવારજનને ફોન જતાં શંકા ઉપજીઃ લોકેશન શોધી પરિવારજનો ત્‍યાંજવા નીકળ્‍યાઃ ચારેય ભાગી ગયાઃ બદઇરાદો બર ન આવ્‍યોઃ એક મુસ્‍લિમ શખ્‍સ હોવાની શક્‍યતાઃ પોલીસને જાણ કરાતાં તપાસનો ધમધમાટ12:14 PM IST

ખુશીની પળો તસ્‍વીરમાં સિમીત થઇ ગઇઃ ‘મારી દિકરીઓ પપ્‍પા પપ્‍પા કરે છે, શું જવાબ આપવો? હત્‍યારાને હસમુખને ફાંસીની સજા અપાવો': ગાયત્રીબેનનું કરૂણ આક્રંદ : મિત્ર હર્ષદ ઉર્ફ હસમુખના હાથે હત્‍યાનો ભોગ બનનાર સંદિપગીરીના પત્‍નિ અને બે પુત્રી નોધારા થઇ ગયા :અયોધ્‍યામાં કેટરીંગના ધંધાની લાલચ આપી લઇ જવાયા બાદ મિત્ર હસમુખ ધાનજા મિત્ર સંદિપગીરીને મોટા મહિકા લઇ ગયો અને કાવત્રાના ભાગરૂપે હત્‍યા કરી લાશ સળગાવી પોતે મરી ગયો છે તેવો પ્‍લોટ ઉભો કર્યો હતોઃ હત્‍યારાને શોધવા રાજકોટ રૂરલ પોલીસની ટીમોની સતત દોડધામઃ નાગેશ્વર શાંતિનગરમાં વીસ વર્ષથી રહેતાં સંદીપગીરી મુળ સિક્કાના મુંગણીના વતની હતાં12:20 PM IST