તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 1st January 2025
પીડીયુ સિવિલ હોસ્પિટલના સિક્યુરીટી ગાર્ડ અને એક્સ આર્મીમેનના ગ્રાન્ટના અભાવે પગાર અટવાયા
બે મહિનાથી પગાર ન થતાં ભારે હાલાકીઃ રજૂઆત થતાં સાંજ સુધીમાં નિવેડો લાવવાની ખાત્રી અપાઇ

રાજકોટઃ પીડીયુ સિવિલ હોસ્પિટલ અને એમસીએચ બિલ્ડીંગ ખાતે કોન્ટ્રાક્ટ બેઝ પર ફરજ બજાવતાં સિક્યુરીટી ગાર્ડ અને એક્સ આર્મીમેનના પગાર છેલ્લા બે મહિનાથી થતાં ન હોઇ આજે આ તમામ તબિબી અધિક્ષક પાસે રજૂઆત માટે પહોંચ્યા હતાં. જ્યાંથી તેમને આજ સાંજ સુધીમાં પગાર થઇ જશે તેવી ખાત્રી સિનીયર આરએમઓ અને વહિવટી અધિકારી તરફથી અપાતાં ફરી નોકરીમાં લાગી ગયા હતાં. સિવિલ હોસ્પિટલના કોન્ટ્રાકટ બેઝ પર ફરજ બજાવતા કમર્ચારીઓના બે મહિનાથી ગ્રાન્ટના અભાવે પગાર ન થતા કમર્ચારીઓ માટે જીવન નિર્વાહ ચલાવવામાં મુશ્કેલીઓ ઉભી થઇ હતી. વર્ગ-૪ના પગાર થયા બાદ સિકયોરિટી ગાર્ડ અને એક્સ આર્મીમેનના બે મહિનાથી પગાર અટવાતા મુશ્કેલીમાં મુકાયા હતા. પીડીયુ અને ઝનાના હોસ્પિટલના મહિલાઓ સહિતના સિકયોરિટી ગાર્ડ-એક્સઆર્મીમેન રજૂઆત કરવા પહોંચ્યા હતાં.
(12:47 PM IST)










