તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 1st January 2025
જામનગરમાં દાઉદી વ્હોરા મહિલાને ઘરમાં બંધક બનાવી લંુટી લેનાર પોરબંદરના બે ખારવા સખ્શ પકડાઇ ગયા

જામનગરના તરમહંમદ સોસાયટી વિસ્તારમાં ધોળા દિવસે ઘરમાં ઘુસી વૃધ્ધાને બંધક બનાવી સોના ચાંદીના દાગીના અને રોકડની લુંટ ચલાવનાર બે શખ્સોને જામનગર પોલીસે દબોચી લીધા છે અને તેના કબજામાંથી મુદામાલ પણ કબજે કર્યો છે.(તસ્વીરઃ કિંજલ કારસરીયા-જામનગર)
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ૦૧: ગઇ કાલ ફરીદાબેન વા/ઓ મુસ્તફાભાઇ નુરૂદિનભાઇ અંતરીયા દાઉદી વોરા ઉ.વ-૫૮ રહે-તાર મામદ સોસાયટી, પ્લોટ નંબર ૨૬, કાલાવડ નાકા બહાર, વાળા પોતાના ઘરે હતા ત્યારે બે અજાણ્યા આરોપીઓએ આવી આયુર્વેદિક દવા આપવાનુ કહી ફરીયાદીને પગથી લાતમારી નીચે પછાડી દઇ ઢીકાપાટુનો મારમારી મોઢામાં કપડુ ભરાવી દઇ બન્ને હાથપગ દોરી વડે બાંધી દઇ બીજા રૂમમાં ગેરકાયદેસર અટકાયત કરી ગળામાં પહેરેલ સોનાની ચેઇન ૧૨ ગ્રામ તથા તીજોરીમાંથી સોનાનુ બિસ્કીટ ૧૦ તોલાનુ તથા સોનાની બુટી ૬ ગ્રામ તથા સોનાની બે ગીની ૩ ગ્રામની તથા સોનાની બંગડી નંગ-૪ અને ચાંદીની વીંટી મળી આશરે ૨૪૦ ગ્રામ (૨૪ તોલા) ના દાગીનાની કુલ કિ.રૂ.૧૩,૦૭,૫૦૦/- તથા રોકડ રૂપીયા ૧,૦૦,૦૦૦/- (એક લાખ) તથા મળી મુદામાલ કુલ રૂ. ૧૪.૦૭,૫૦૦/- ની લુટ કરેલ.
જે ગુન્હો શોધી કાઢવા અંગે જામનગર સીટી એ ડીવી. પો.સ્ટે. ના પોલીસ ઇન્સપેકટર શ્રી એન.એ. ચાવડા સાહેબના માર્ગદશન મુજબ કુલ-૧૨ પોલીસ સ્ટાફના માણસોની અલગ અલગ ૩ ટીમો બનાવી હકિકત મળેલ કે અગાઉ લુટમાં મોટર સાયકલ જીજે-૨૫-એએફ-૧૬૪૬ નો ઉપયોગ થયેલ હોય અને તે મોટર સાયકલ સાથે બે ઇસમો પોરબંદર ખાતે ગયેલનુ જાણવા મળતા જેથી અલગ અલગ ૩ ટીમો દ્વારા પોરબંદર કમાન્ડ કંટ્રોલના સી.સી.ટી.વી. કેમેરામાં તપાસ કરતા મોટર સાયકલ સાથે બે આરોપીઓ (૧) હિતેષભાઇ પ્રેમજીભાઇ હોડાર, ખારવા, ઉ.વ.૨૮, ધંધો-છુટક મજુરી, રહે.બોખીરા વિસ્તાર કે.કે.આવાસ બીલ્ડીંગ નં.૨૮ બ્લોક નં.૭ પોરબંદર (૨) ધાર્મીક હરીશભાઇ વરવાડીયા. ખારવા, ઉ.વ.૨૧, ધંધો-મજુરી, રહે. ખારવાવાડ ભાટીયા બજાર કેશવ સ્કૂલની સામે પોરબંદર વાળાઓને ગણતરીના કલાકોમાં પકડી પાડી મજકુર બન્નેની પુછપરછમાં પોતે ગુન્હાની કબુલાત આપેલ હોય જેથી મજકુર બન્ને ઇસમો પાસેથી લુટમાં ગથેલ આશરે ૨૪૦ ગ્રામ (૨૪ તોલા) ના દાગીનાની કુલ કિ.રૂ. ૧૭,૫૯,૩૭૨/- તથા રોકડા રૂ. ૭૦,૦૦૦/- તથા મોટર સાયકલ કિ.રૂ. ૫૦,૦૦૦/- તથા બે મોબાઇલ ફોન કિ.રૂ.૧૦,૦૦૦/- મળી કુલ મુદામાલ કિ.રૂ. ૧૮,૮૯,૩૭૨/- ઉપરોકત ગુન્હાના મુદામાલ તરીકે કબ્જે કરી લુટનો વણ શોધાયેલ ગુનો ડીટેકટ કરેલ છે તેમજ મજકુર આરોપીઓને અટક કરી રીમાન્ડ મેળવવાની તપાસ તજવીજ ચાલુ છે.
આ કામગીરી પો.ઇન્સ. એન.એ.ચાવડા, એ.એસ.આઇ. કરણસિંહ પી. જાડેજા તથા પો.હેડ.કોન્સ. મહિપાલસિહ એમ. જાડેજા તથા પો.કોન્સ રવિભાઈ ગોવિંદભાઇ શર્મા તથા વિજયભાઇ બળદેવભાઇ કાનાણી તથા યોગેન્દ્રસિંહ નીરૂલા સોઢા તથા વિપુલભાઇ જે સોનગરા તથા સંદિપભાઇ આર. જરૂ દ્રારા કરવામાં આવેલ છે.
(7:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
