News of Wednesday, 1st January 2025
૩૧ ડિસેમ્બરની ઉજવણી દરમિયાન સિંધુભવન રોડ પરથી એમડી ડ્રગ્સ સાથે આરોપી ઝડપાયો
પોલીસે ડ્રગ્સનો જથ્થો, બાઈક, મોબાઈલ ફોન વગેરે મળીને કુલ રૃ. ૧,૨૭,૦૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો

અમદાવાદ,તા.૧
૩૧ ડિસેમ્બરની રાત્રે સિંધુભવન રોડ પર એક તરફ લોકો નવા વર્ષની ઉજવણી કરતા હતા ત્યારે ફરજ પરની પોલીસે એક શખ્સને નશીલા પદ્રાર્થના જથ્થા સાથે ઝડપી લીધો હતો. તેની પાસેથી પોલીસે રૃ. ૮૨,૦૦૦ ની કિંમતનો ૮.૨૦૦ ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો કબજે કર્યો હતો.
સિંધુભવન રોડ પર લોકો નવા વર્ષની ઉજવણી કરી રહ્યા હતા ત્યારે કોઈ દારૃ કે ડ્રગ્સના નશાનું સેવન કે વેચાણ ન કરે તે માટે પોલીસ સઘન ચેકિંગ કરી રહી હતી.
દરમિયાન ઝોન-૭ એલસીબીની ટીમે માહિતીને આધારે બોડકદેવ પકવાન ચાર રસ્તા તરફથી ગોટીલા ગાર્ડન તરફ જતા સિંધુભવન રોડ પર ટાઈમ સ્કેવર ગ્રાઉન્ડ બિલ્ડીંગ નજીકથી એક શખ્સને ઝડપી લીધો હતો.
તપાસમાં તેનું નામ જયદીપ જ્યંતિભાઈ પરમાર(૨૪) હોવાનું તથા તે ઉસ્માનપુરાનો રહેવાસી હોવાનું બહાર આવ્યું હતું.
તપાસ કરતા તેની પાસેથીપોલીસે રૃ.૮૨,૦૦૦ ની કિંમતનો ૮.૨૦૦ ગ્રામ મેફેડ્રોન (એમ.ડી.) ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ડ્રગ્સનો જથ્થો, બાઈક, મોબાઈલ ફોન વગેરે મળીને કુલ રૃ. ૧,૨૭,૦૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
(9:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
