News of Wednesday, 1st January 2025
રાષ્ટ્રીય શોકનું સુરસુરિયું! મહાનગરપાલિકાનો દરજ્જો મળતા પોરબંદર ભાજપે ફટાકડા ફોડી કરી ઉજવણી: કોંગ્રેસનો વિરોધ
રાષ્ટ્રીય શોક જાહેર કરાયેલો હોવા છતા તે દિવસોમાં આ પ્રકારની ઉજવણી કરાતા કોંગ્રેસ દ્વારા આકરો વિરોધ કરાયો

વડાપ્રધાન મનમોહનસિંહના નિધનને પગલે દેશમાં સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરાયેલો છે.. તેમના નિધનને હજુ સાત દિવસ પુરા થયા નથી એ પહેલા પોરબંદરમાં ભાજપ દ્વારા પોરબંદરને મહાનગર પાલિકાનો દરજ્જો મળવાને લઇને ઉજવણી કરાઇ હતી. રાષ્ટ્રીય શોક જાહેર કરાયેલો હોવા છતા તે દિવસોમાં આ પ્રકારની ઉજવણી કરાતા કોંગ્રેસ દ્વારા આકરો વિરોધ કરાયો હતો.
નવા વર્ષના પ્રથમ દિવસે એટલે કે 1 જાન્યુઆરી 2025ના રોજ ગુજરાત સરકારની કેબિનેટ બેઠક યોજાઈ હતી. જેમાં રાજ્ય સરકારે 1 નવા જિલ્લા વાવ-થરાદ અને 9 નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવાની મંજૂરી આપી છે. ત્યારે લાંબા સમયથી પડતર રહેલી માગ આજે પૂર્ણ થઈ છે. રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે આ અંગે માહિતી આપી છે.

મહેસાણા, ગાંધીધામ, વાપી, નવસારી, આણંદ, સુરેન્દ્રનગર, નડિયાદ, મોરબી અને પોરબંદરને મહાનગરપાલિકાનો દરજ્જો અપાયો છે. છેલ્લા ઘણાં સમયથી આ તમામ શહેરોના લોકોની માગ હતી, જે હવે પૂર્ણ થઈ છે. જેને લઈને હાલ અહીંના લોકોમાં ખુશીનો માહોલ છે.
(11:44 PM IST)

છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 