News of Wednesday, 1st January 2025
ભાવનગરમાં તા.૩થી૬ જાન્યુઆરી ભવ્ય ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ એક્ષ્પો યોજાશે
કેન્દ્રીય પ્રધાન શ્રીમતી નિમુબેન જયંતીભાઈ બાંભણીયાના હસ્તે થશે. ઉદ્ધઘાટન

ભાવનગર: ભાવનગર શહેર અને જિલ્લાના વેપાર, ઉદ્યોગ, સર્વિસ ક્ષેત્રને ગતિ મળે તે માટે સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા સૌરાષ્ટ્ર ચેમ્બર ટ્રસ્ટના સહયોગથી તા.૩થી૬ જાન્યુઆરી દરમિયાન વાઇબ્રન્ટ ભાવનગર વિઝન-૨૦૩૦ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ એક્ષ્પોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ એક્ષ્પોનું ઉદઘાટન તા.૩ જાન્યુઆરી-૨૦૨૫ને શુક્રવારના રોજ કેન્દ્રીય પ્રધાન શ્રીમતી નિમુબેન જયંતીભાઈ બાંભણીયાના હસ્તે થશે.
(11:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
