તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 1st January 2025
સૌથી વધુ વ્હિસ્કી પીને રૂપિયા જીતવાની ચેલેન્જમાં ૨૧ વર્ષના યુવકે જીવ ગુમાવ્યો
એ ઘટના પછી ચેલેન્જ આપનાર યુવક સામે કેસ થયો છે અને તેને ૧૦ વર્ષ સુધીની જેલની સજા અને ૫૦,૦૦૦ રૂપિયાનો દંડ થઈ શકે છે

બેંગ્કોકો, તા.૧: થાઇલૅન્ડના થાનાકાન કાન્થી નામના ૨૧ વર્ષના સોશ્યલ મીડિયા ઇન્ફ્લુએન્સરે ૩૦,૦૦૦ થાઇ બાથ એટલે કે લગભગ ૭૫૦૦૦ રૂપિયા કમાવાની લાયમાં જીવ ગુમાવ્યો છે. પચીસમી ડિસેમ્બરે એક મિત્રની બર્થ-ડે પાર્ટીમાં ચૅલેન્જ લાગી હતી કે જે વ્યક્તિ ૩૫૦ મિલીલીટરની આખી વ્હિસ્કીની બૉટલ ખાલી કરી જશે તેને ૧૦,૦૦૦ થાઈ બાથ મળશે. જેટલી બૉટલ એટલા રૂપિયા. આ પડકારને જરા વધુપડતા જ સિરિયલસી લઈને થાનાકાનભાઈએ ૨૦ મિનિટમાં બે વ્હિસ્કીની બૉટલ ગટગટાવી લીધી. એ પછી પણ તે અટકયો નહીં. વધુ પૈસા કમાવાની લાયમાં તેણે ત્રીજી બૉટલ પીવાની શરૂઆત કરી અને પછી બેભાન થઈને પડી ગયો. હૉસ્પિટલ લઈ જવાયો, પણ તેનો જીવ બચી શકયો નહીં. એ ઘટના પછી ચૅલેન્જ આપનાર યુવક સામે કેસ થયો છે અને તેને ૧૦ વર્ષ સુધીની જેલની સજા અને ૫૦,૦૦૦ રૂપિયાનો દંડ થઈ શકે છે.
(1:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
