<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st January 2025

યુનાઈટેડ કપ: કઝાકિસ્તાને જર્મનીને હરાવી બનાવી સેમિફાઈનલમાં જગ્યા

નવી દિલ્હી: કઝાકિસ્તાને બુધવારે જર્મનીને 2-0થી હરાવીને યુનાઈટેડ કપની સેમીફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. 24 વર્ષીય એલેક્ઝાન્ડર શેવચેન્કોએ ડેનિયલ મસુરને 6-7(5), 6-2, 6-2થી હરાવ્યો હતો. આ જીતે કઝાકિસ્તાનને 2-0થી અજેય લીડ અપાવી હતી. આ પહેલા એલેના રાયબકિનાએ લૌરા સિગેમન્ડને 6-3, 6-1થી હરાવ્યો હતો.જર્મન ટીમ માટે વિશ્વનો નંબર 2 એલેક્ઝાંડર ઝવેરેવ ઈજાના કારણે બહાર થઈ ગયો હતો અને તેની જગ્યાએ મસુરનો સમાવેશ કરવામાં આવ્યો હતો. પણ મસુર કોઈ ફરક ન પાડી શક્યો.શેવચેન્કોએ કહ્યું, "મેં મારી ટીમ માટે મારું સર્વસ્વ આપ્યું અને મને તેનો ગર્વ છે. હું થોડો નર્વસ હતો. આ જીત મારા માટે ખાસ હતી."

(7:12 PM IST)