News of Wednesday, 1st January 2025
કોડીનાર સુત્રાપાડા વિસ્તારમાં ચાઇનીઝ ફીરકીઓ સાથે બે ઝડપાયા

વેરાવળ તા.૩૧: આગામી ઉતરાયણ પર્વ સંદર્ભે ચાઇનીઝ તુક્કલ તેમજ ચાઇનીજ માંઝા, પ્લાસ્ટીકની દોરી, નાયલોન અન્ય સિંથેટીક માંઝા, સિંથેટીક પદાર્થની કોટીંગ કરેલ અને નોન-બાયોડીગ્રેબલ હોય તેવી દોરી/ચાઇનીઝ માંઝા ઉપર પ્રતિબંધ બાબતે જિલ્લા મેજી.શ્રી, ગીરસોમનાથ દ્વારા જાહેરનામાની કડક અમલવારી કરવા તેમજ ચાઇનીઝ માંઝા/દોરીનો ઉપયોગ, સંગ્રહ, હેરાફેરી, વેચાણ કરતા ઇસમો ઉપર કાયદેસર કાર્યવાહી કરવા પોલીસ મહાનિરીક્ષકશ્રી નિલેશ જાજડીયા, જુનાગઢ રેન્જ, જુનાગઢનાઓ તથા ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી મનોહરસિંહ જાડેજા દ્વારા કરેલ સુચના મુજબ,
ગીર સોમનાથ એસ.ઓ.જી. ઇ.પો.ઇન્સ. એન. બી. ચૌહાણ તથા પો.સબ ઇન્સ. શ્રી એન.એ.વાઘેલા નાઓના માર્ગદર્શન અનુસાર એસ.ઓ.જી. સ્ટાફના એ.એસ.આઇ. દેવદાનભાઇ કુંભરવાડીયા તથા પ્રતાપસિંહ ગોહીલ તથા પો.હેડ કોન્સ. ગોપાલસિંહ મોરી તથા વિપુલભાઇ ટીટીયા તથા પો.કોન્સ. મેહુલસિહ પરમાર તથા મહાવિરસિંહ જાડેજા એ રીતેના પોલીસ સ્ટાફ સાથે કામગીરી સબબ કોડીનાર તથા સુત્રાપાડા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન સંયુક્તમાં મળેલ હકિકત આધારે કોડીનાર દેદાની દેવળી ગામે બસ સ્ટેશન પાસેથી તથા સુત્રાપાડા પ્રાચી ગામના બસ સ્ટેશન પાસેથી ે પ્રતિબંધીત ચાઇનીઝ દોરીની ફીરકીઓ સાથે (૧) રાજકભાઇ ઉર્ફે સાઇલ બાબાભાઇ સોલંકી, ઉવ.૨૮ રહે.દેદાની દેવળી ગામ ફીરકી નંગ-૦૨ કી.રૂ.૪૦૦/-
(૨) ઇમ્તીયાઝ યુસુફભાઇ મલેક, ઉવ.૨૨, રહે.સુત્રાપાડા સુખનાથ ચોક ફીરકી નંગ-૦૧ કી.રૂ.૨૦૦/- સાથે ઝડપાયો છે.
(1:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
