<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st January 2025

‘‘કલર્સ ઓફ રિધમ'' ત્રિપુટીના ધમાકેદાર પર્ફોમન્‍સથી સંગીતપર્વનો કાલથી શુભારંભ

‘‘સપ્તરંગી ર૦રપ'' કલા મહોત્‍સવની તડામાર તૈયારીઓને અપાતો આખરી ઓપ :આ કલાકુંભમાં દેશના ખ્‍યાતિ પ્રાપ્ત કલા સાધકો સહિત પપથી વધુ કલાકારો પોતાની કલા પીરસશેઃ કાલે ટ્રિઓ ગૃપ જમાવટ કરશે : નિઃશુલ્‍ક પાર્કીગની વ્‍યવસ્‍થા હેમુગઢવી ઓડીટોરીયમ સામે એ.વી.પી.ટી.આઇ.ના ગ્રાઉન્‍ડમાં રાખવામાં આવેલ છે

રાજકોટઃ હિંદુસ્‍તાની શાસ્ત્રીય  સંગીત અને ભારતીય કલાના ભવ્‍ય વારસાને જાળવી રાખવા અને યુવા પેઢીને તેની સાથે જોડવાના આશયથી સતત આઠ વર્ષોથી કલારસિકોના નવા વર્ષને સુરોથી તરબતર કરવા નિઓ રાજકોટ ફાઉન્‍ડેશન દ્વારા આયોજીત સપ્તસંગીતિ ૨૦૨૫ નો શાસ્ત્રીય  સંગીતપર્વનો પ્રારંભ તા. ૦૨ જાન્‍યુઆરીથી રાજકોટના આંગણે હેમુ ગઢવી હોલ ખાતે થવા જઈ રહ્યો છે. આ કલાકુંભમાં દેશના ખ્‍યાતિ-ઙ્ઘાપ્ત અને અગ્ર પંક્‍તિના કલા-સાધકો સહિત ૫૫થી વધુ કલાકારો પોતાની કલા રજુ કરશે. કાર્યક્રમની તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવા ૧૦૦ થી વધુ સ્‍યંસેવકો તથા સંસ્‍થાના ડિરેકટર્સના માર્ગદર્શનમાં ૧૦ થી વધુ એજન્‍સીઓ દ્વારા આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

કલાના આ મહાપર્વની શરુઆત ‘‘કલર્સ ઓફ રિધમ'' ત્રિપુટીના ધમાકેદાર પર્ફોમન્‍સથી થવા જઈ રહી છે. આ ટ્રિઓ ગ્રુપમાં ઉસ્‍તાદ તૌફીક કુરેશીનું ડીજેમ્‍બે, પં. રામદાસ પલસૂલેના તબલા વાદન અને શ્રી મિલિંદ તુલેંકરના જલ તરંગ માણવા મળશે. આ ત્રણેય કલાકરોનો પરિચય મેળવીએ. ઉસ્‍તાદ તૌફિક કુરેશીનો જન્‍મ વિશ્વ વિખ્‍યાત તબલા વાદક ઉસ્‍તાદ અલ્લારખા સાહેબના પરિવારમાં થયો છે. તેઓ ભારતીય શાસ્ત્રીય  પર્કસનિસ્‍ટ અને સંગીતકાર છે. તેઓ ડફ, ડી જેમ્‍બે, બોંગો, બાટાજોન જેવા પર્કશન પર ઙ્કભુત્‍વ ધરાવે છે. તેઓ વિશ્વ વિખ્‍યાત સંગીતકાર અને તબલાનવાઝ સ્‍વ. ઉસ્‍તાદ ઝાકિર હુસૈનજીના અનુજબંધુ અને પ્રથમ શ્રેણીના કલાકાર છે કે જેમણે આફ્રિકન ડ્રમ્‍સ પર તબલાના બોલોને અનુકૂલિત કરવા માટે અનન્‍ય લયબદ્ધ ભાષા વિકસાવી છે. ગ્રુપના બીજા કલાકાર પં.રામદાસ પલસુલે તાલયોગી પંડિત સુરેશ તલવલકારજીના વરિષ્ઠ શિષ્‍ય છે. એકલ કલાકાર તરીકે પરંપરાગત રચનાઓને નવીનતમ વિચાર પ્રક્રિયા સાથે રજૂ કરવા તેમણે પોતાની આગવી શૈલી વિકસાવી છે. તેઓ જોડતાલ અને જાતિ ભેદ પર અદ્વૂત પ્રભુત્‍વ ધરાવે છે. આ ગ્રુપના ત્રીજા કલાકાર શ્રી મિલિન્‍દ તુલનકર જલતરંગના પ્રતિષ્ઠીત કલાકાર છે. મિલિન્‍દજીએ નાની ઉંમરે એમના દાદા અને ગુરુ પંડિત શંકરરાવ કાન્‍હેરે પાસેથી સંગીત શીખવાનું શરૂ કર્યું. તેમના દાદાજી સતારા મહારાષ્‍ટ્રના કુશળ જલતરંગ વાદક હતા. તેમના માતુશ્રી સારા ગાયક હતા જેના માર્ગદર્શન હેઠળ જલતરંગની તાલીમ અને ઉસ્‍તાદ શાહીદ પરવેઝ જી પાસે સિતારવાદનની પણ તાલીમ મેળવી છે. તેઓ જલતરંગ અને સિતાર ઉપરાંત સંતૂર, હાર્મોનિયમ, તબલામાં પણ નિપુણ છે.

 તા. ૦૩ જાન્‍યુઆરીના રોજ પદ્મભુષણ પં.રાજન મિશ્રા અને તેમના પુત્ર સ્‍વરાંશ મિશ્રાનું શાસ્ત્રીય  કંઠય સંગીત માણવા મળશે. ભારતીય શાસ્ત્રીય  સંગીતના ચાહકો માટે ટોચના સ્‍વરકારોમાં સ્‍થાન પ્રાપ્ત કરેલ અને બનારસ ઘરાના સાથે જોડાયેલા પદ્મભૂષણ પં.સાજન મિશ્રાજીના પરિચયની કોઈ જરુર નથી. પં. સાજન મિશ્રાએ ખુબ નાની વયમાં બનારસ ઘરાનાના મોભીઓ તેમના પિતા પં. શ્રી હનુમાન પ્રસાદ મિશ્રા અને કાકા પં. શ્રી ગોપાલ મિશ્રા પાસે શાસ્ત્રીય  સંગીતની તાલીમ શરુ કરી હતી અને ત્‍યારબાદ પં.બડેરામદાસજી પાસે તાલીમ પ્રાપ્ત કરી હતી. તેઓની મધુર ગાયકીમાં સંકળાયેલી સ્‍વરોની જટીલ સર્જનાત્‍મકતા તેમની સમળધ્‍ધ તાલીમ અને સુવ્‍યવસ્‍થાને પ્રદર્શીત કરે છે. તેમની સાથે તેમના પુત્ર શ્રી સ્‍વરાંશ મિશ્રા સાથ આપશે. તેઓ પદ્મવિભૂષણ પંડિત બિરજુમહારાજજીના દોહિત્ર છે. તેઓ પ્રતિભાશાળી શાસ્ત્રીય  સંગીતકાર, ગીતકાર અને લેખક છે. હાલમાં તેઓ શાસ્ત્રીય  સંગીતની તાલીમ તેમના પિતા અને ગુરુ પં. સાજન મિશ્રાજી પાસેથી મેળવી રહ્યા છે. તેમની સાથે બનારસ ઘરાનાના સહ-સ્‍થાપક પં.રામ સહાયજીની સાતમી પેઢીના વંશજ શ્રી વિનાયક સહાય સારંગીવાદન કરશે. તેઓ ઠુમરી અને ખયાલ ગાયકીમાં બહુમુખી સારંગીવાદકની નામના ધરાવે છે. તેમજ રાજકોટના જાણીતા કલાકાર શ્રી નિરજ ધોળકિયા તબલામાં અને શ્રી પલાશ ધોળકિયા હાર્મોનિયમમાં સાથે આપશે.

 સપ્તસંગીતિના ત્રીજા દિવસે તા.૦૪ જાન્‍યુઆરીના રોજ મહિયર ઘરનાના સુપ્રસિદ્ધ સરોદ વાદક પં. તેજેન્‍દ્ર નારાયરન મજુમદારનું સરોદવાદન માણવા મળશે. તેમણે તાલીમની શરૂઆત તેમના દાદા વિભૂતિરંજન મજુમદારજી પાસેથી થઈ હતી. ત્‍યારબાદ વર્ષો સુધી ઉસ્‍તાદ બહાદુર ખાન સાહેબ પાસેથી સરોદની ગહન તાલીમ મેળવી હતી. તેઓ સરોદ વાદનમાં દ્રુપદ અંગ તંત્રકારી તેમજ ગાયકી અંગની શૈલીઓને બખૂબી રીતે સંયોજિત કરી શકે છે. તેમની સાથે બનારસ ઘરાનાના સુપ્રસિદ્ધ તબલા વાદક પં. સંજુ સહાય સાથ નિભાવશે. તેઓ વિદ્વાન તબલા વાદક પંડિત શારદા સહાયજીના શિષ્‍ય તથા સુપુત્ર છે. અસાધારણ અને ઉત્‍કળષ્ટ તબલાવાદક પંડિત સંજુ સહાયજી તેમની શક્‍તિ શુદ્ધતા અને ઉપજ અંગથી તેમના શ્રોતાઓને મંત્રમુગ્‍ધ કરવા અને મોહિત કરવા માટે જાણીતા છે.

તા. ૦૫ જાન્‍યુ. ના રોજ ચિરાગ કટ્ટીના વર્લ્‍ડ મ્‍યુઝિક ફયુઝન બેન્‍ડના કલાકારો સિતાર, તબલા, ડ્રમ્‍સ, કીબોર્ડ અને સેક્‍સોફોન જેવા વાજિંત્રોના સંગમથી જમાવટ કરશે. આ ફયુઝન બેન્‍ડમાં શાસ્ત્રીય  સંગીતની મૂળભુત સંગીત રચનાઓ સિતાર પર પ્રસ્‍તુત કરવામાં આવે છે. આ લાઈવ વર્લ્‍ડ મ્‍યૂઝિક ફયુઝન બેન્‍ડના કમ્‍પોઝર અને વિચારક, લીડ સિતાર વાદક ચિરાગ કટ્ટી છે. તેઓ શાસ્ત્રીય  સંગીત ક્ષેત્રે યુવા અને આશાસ્‍પદ તથા આકાશવાણી ના ખ્‍ ગ્રેડના કલાકાર છે. તેમણે સિતારની તાલીમ તેમના પિતાશ્રી પં.શશાંક કટ્ટી પાસેથી મેળવી છે. આ ગ્રુપના અન્‍ય કલાકારોમાં કી બોર્ડ આર્ટીસ્‍ટ શિવહરી રાનડે સારા કંપોઝર અને સિંગર છે અને ચિરાગજી ના બેન્‍ડ સાથે લાંબા સમયથી જોડાયેલા છે. ડ્રમ પ્‍લેયર હેમ પટેલ યુવા ટેલેન્‍ટેડ ડ્રમ્‍સ વાદક છે અને ચિરાગજીના બેન્‍ડમાં અનેક વખત ડ્રમસ પર સાથ આપેલો છે. બાઝ ગિટાર ઉપર સાથ આપનાર સિધ્‍ધેશ બોરકર શ્રેષ્ઠ બાઝ ગિટાર વાદક છે. તેમણે દેશમાં અનેક શહેરોમાં કલા ઙ્કસ્‍તુત કરી છે તથા ચિરાગજી સાથે ઘણા કાર્યક્રમો આપી ચૂકયા છે. તેમના ગ્રુપના   અન્‍ય કલાકાર આશિષ રઘવાની તબલા ઉપર સાથ આપશે. તેઓ કલાકારોના પરિવારમાંથી આવે છે. તેમણે અનેક દિગ્‍ગજ કલાકારો સાથે તબલા સંગત કરેલી છે. સેક્‍સોફોન જેવા કઠિન વાદ્ય ઉપર જેરિડ રોડ્રિગ્‍સ પોતાની કલા ઙ્કસ્‍તુત કરશે. તેઓ એક યુવા અને અનુભવી કલાકાર છે અને ચિરાગજી સાથે અનેક કાર્યક્રમોમાં કલા પ્રસ્‍તુત કરેલી છે.

 તા. ૦૬ જાન્‍યુઆરીના રોજ ઉ. શાહિદ પરવેઝ ખાનનું સિતારવાદન અને શ્રી શશાંક સુબ્રમણ્‍યમનું બાંસુરી વાદન માણવા મળશે. ઉસ્‍તાદ શાહિદ પરવેઝ ખાન ઇટાવા ઘરાનાની સાતમી પેઢીના એક પ્રતિષ્ઠિત અને વરિષ્ઠ સિતારવાદક છે. તેમના સિતારવાદનમાં રહેલા ગાયકી અંગને ભારતના દિગ્‍ગજ સંગીતકારો દ્વારા વખાણવામાં આવી રહ્યું છે. તેમણે સિતાર વાદનની પ્રારંભિક તાલીમ તેમના પિતાજી ઉસ્‍તાદ અઝીઝ ખાન સાહેબ પાસે પ્રાપ્ત કરી હતા. તેઓ સૂરબહાર વાદક ઉસ્‍તાદ વહીદ ખાન સાહેબના પૌત્ર છે. તેમના સિતારવાદનમાં સ્‍વરોની શુદ્ધતા, મીંડકારી, સપાટ તાન અને લયકારીની અદભુત ચમત્‍કળતિ જોવા મળે છે. તેમણે જાન્‍યુઆરી ૨૦૧૭માં સપ્તસંગીતિના મંચ ઉપર સિતારવાદન રજૂ કર્યું છે. તેમની સાથે ગ્રેમી એવોર્ડ નોમીનેટેડ શ્રી શશાંક સુબ્રમનિયમનું બાંસુરીવાદન માણવા મળશે. તેમણે તેમના પિતાશ્રી કે વી. નારાયણ સ્‍વામી પાસેથી કર્ણાટીક સંગીતની તાલીમ મેળવી છે. આ ઉપરાંત ઉત્તર હિન્‍દુસ્‍તાની શાસ્ત્રીય  ગાયકી અંગની તાલીમ પંડિત જસરાજજી પાસેથી પણ પ્રાપ્ત કરેલી છે. તેમણે ૧૯૯૨ થી આજ સુધી ભારત દેશના અનેક રાષ્‍ટ્રપતિશ્રીઓ માટે બાંસુરી વાદન પ્રસ્‍તુત કરેલું છે જે ખૂબ ગર્વની અને ઉલ્લેખનીય બાબત છે.

સપ્તસંગીતિના છટ્‍ઠા દિવસે તા. ૦૭ જાન્‍યુ. ના રોજ જયપુર-અતરોલી ઘરાનાના વરિષ્ઠ ગાયિકા અને ભારતના પ્રથમ હરોળના ગાયકોમાં નામના ધરાવનાર ડો. અશ્વિની ભીડે દેશપાંડેનું શાસ્ત્રીય  કંઠય સંગીત માણવાનો લાહવો મળશે. તેમણે ગાયકીની તાલીમ તેમના  માતુશ્રી માણિક ભીડેજી પાસેથી મેળવી કે જેઓ ગાન સરસ્‍વતી કિશોરી આમોનકરજી ના વરિષ્ઠ શિષ્‍યા હતા. તેઓ માઇક્રો બાયોલોજીમાં અનુતાાતકની પદવી ધરાવે છે તેમજ ભાભા એટોમિક રિસર્ચ સેન્‍ટર દ્વારા ડોક્‍ટરેટની ડિગ્રી પણ પ્રાપ્ત કરેલી છે. શ્રી અશ્વીનીજીને બંદીશ અને અને તેની સ્‍વર રચનાની ઘનીષ્ઠ સમજ છે, તેમણે ઘણી બંદીશ સ્‍વરબધ્‍ધ કરી છે. તેઓની શાસ્ત્રીય  સંગીતના મજબુત પ્રશીક્ષણને લીધે શાસ્ત્રીય  સંગીત ઉપરાંત ઠુમરી, દાદરા, ચૈતી, ભજન અને અભંગ જેવી હળવી શૈલીના ઙ્કકારો ઉપર પણ સારી પકડ જોવા મળે છે. તેમણે ૨૦૧૯ માં સપ્તસંગીતના મંચને શોભાવ્‍યું હતું. તેમની સાથે શ્રી સિધ્‍ધેશ બિચોલકર હાર્મોનિયમમાં સાથ આપશે. તેમણે બાળપણથી જ સંગીતની તાલીમ મેળવાની શરૂઆત પ્રથમ ગુરુ સરદ મથકરજી પાસેથી કરી અને ત્‍યારબાદ વિદ્વાન હાર્મોનિયમ ગુરુ પં. તુલસીદાસ બોરકરજી પાસેથી તાલીમ મેળવી છે. તેમણે દેશ અને વિદેશમાં અનેક કલાકારો સાથે હાર્મોનિયમ સંગતના કાર્યક્રમો પ્રસ્‍તુત કર્યા છે. ડો. અશ્વિનીજી સાથે શ્રી યતિ ભાગવત તબલામાં સાથ આપશે. યતિ ભાગવત સંગીતની ધરોહર ધરાવતા પરિવારમાંથી આવે છે. તેમના માતળશ્રી શ્રીમતી સ્‍મિતા ભાગવત, જયપુર-અતરૌલી ઘરાનાના ભારતીય શાસ્ત્રીય  ગાયિકા ઢોંન્‍ડુંતાઇ કુલકર્ણી અને ઠુમરી ગાયક શ્રીમતી શોભા ગુરતુજીના શિષ્‍ય છે. યતિજી એ તબલાની પ્રારંભિક તાલીમ શ્રી અમિત પત્તકર પાસેથી અને ત્‍યારબાદ પંડિત સૂર્યાકક્ષા દેશપાંડે પાસેથી મેળવી છે. હાલમાં પં. પ્રવીણ કરકરે પાસેથી પણ તાલીમ મેળવી રહ્યા છે. અશ્વિની સાથે તેમના શિષ્‍યા અને રાજકોટના જાણીતા કલાકારા કૌશર હાજી કંઠયમાં સાથ આપશે.

 સાત દિવસના કલાપર્વના અંતિમ દિવસે તા. ૦૮ જાન્‍યુઆરીના રોજ પદ્મભૂષણ પં. અજય ચક્રબર્તીના કંઠે શાસ્ત્રીય  સંગીતના ઠુમરી અંગનો આસ્‍વાદ માણવાનો મોકો મળશે. પંડિત શ્રી અજય ચક્રવર્તી પટિયાલા-કસુર ઘરાનાના અધ્‍યક્ષ ઉસ્‍તાદ બડે ગુલામ અલી ખાન સાહેબની ગાયકીનુ પ્રતિનિધિત્‍વ કરે છે, તે ઉપરાંત તેઓ ભારતના અન્‍ય મુખ્‍ય શાસ્ત્રીય  ઘરાનાઓ જેમકે ઈન્‍દોર, દિલ્‍હી, જયપુર, ગ્‍વાલિયર, આગ્રા, કિરાના, રામપુર અને દક્ષિણ ભારતના કર્ણાટકી સંગીત જેવા અન્‍ય ઘરાનાઓની પણ તેઓ સૂક્ષ્મ લાક્ષણિકતાઓ રજૂ કરી જાણે છે. તેમની પ્રારંભીક શિક્ષા તેમના પિતા, સ્‍વ. શ્રી અજિત કુમાર ચક્રવર્તી, શ્રી પન્નાલાલ સામંતા અને શ્રી કનિદાસ બૈગરી, પાસે લીધા બાદ તેઓ એ મહાન ગુરુ અને પદ્મભૂષણ પંડિત શ્રી જ્ઞાન પ્રકાશ ઘોષ ના શિષ્‍ય તરીકે સ્‍વીકળતિ પ્રાપ્ત કરી હતી. ત્‍યારબાદ તેમણે આગળની ઘનિષ્ઠ તાલીમ ઉસ્‍તાદ મુનાવર અલી ખાન (ઉસ્‍તાદ બડે ગુલામ અલી ખાનના પુત્ર) પાસેથી મેળવી હતી. સપ્તસંગીતિનું મંચ ઉપર વર્ષ ૨૦૧૯ તેમની ગાયકી અને કલા દ્વારા શોભાયમાન થઈ ચૂકયું છે. તેમની સાથે ભારતના યુવા પેઢીના તબલાવાદકોમા સ્‍થાન ધરાવનાર શ્રી ઈશાન ઘોષ તબલાસંગત કરશે. તેઓ ૨૦ મી સદીના મહાન તબલાવાદક પંડિત નિખિલ ઘોષજીના પૌત્ર છે. તેમની તબલાની તાલીમ આપના પિતાશ્રી પ્રખ્‍યાત તબલાવાદક અને સિતારવાદક પંડિત નયન ઘોષ પાસેથી થઈ. તેમનું તૈયારી યુક્‍ત અને જટિલ લયકારીવાળું પ્રભાવશાળી તબલાવાદન તેમના પિતાશ્રી પાસે થયેલી તાલીમની દેન છે. પં. અજયજી સાથે મુરાદાબાદના સાંગીતિક પરિવારની છઠ્ઠી પેઢીના કલાકાર ઉસ્‍તાદ મુરાદઅલી ખાન સારંગીવાદન કરશે. તેમણે સારંગીની ગહન તાલીમ તેમના દાદા ઉ.સિદ્દીક અહેમદ ખાન અને પિતાશ્રી ઉ. ગુલામ સાબીર ખાન પાસેથી મેળવી છે. હાલ તેઓ ભારતના શિરમોર સારંગીવાદકોમાં સ્‍થાન ધરાવે છે. તેમજ હાર્મોનિયમમાં શ્રી જ્‍યોતિર્મય બેનરજી સાથ આપશે. પંડિતજી સાથે તેમના શિષ્‍યો શ્રી બ્રજેશ્વર મુખર્જી, મહેર પરાલિકર અને આયેશા મુખર્જી કંઠ પુરાવશે.

 અત્રે ઉલ્લેખનીય છે કે, નીઓ રાજકોટ ફાઉન્‍ડેશન  હિન્‍દુસ્‍તાની શાસ્ત્રીય  સંગીત અને નળત્‍યની પરંપરાને યુવાઓ અને કલાપ્રમી શ્રોતાઓ સુધી પહોંચાડવા ઉપરાંત વિશિષ્ટ પ્રવળતિઓ જેવી કે, સ્‍વચ્‍છતા અભિયાન ‘પ્રયાસ' અને વંચિત બાળકોના અભ્‍યાસને આયોજનબધ્‍ધ રીતે કારકિર્દીલક્ષી બનાવવાના સફળ પ્રકલ્‍પો થકી સમાજમાં પ્રતિષ્ઠા પામેલ છે. નીઓ રાજકોટ ફાઉન્‍ડેશન દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી રાજકોટ મહાનગરપાલીકા સંચાલીત સરકારી શાળાઓમાં અભ્‍યાસ કરતા વિદ્યાર્થીઓને અત્‍યાધુનિક ટેકનોલોજીના ઉપયોગ સાથે તેમની જ શાળામાં સ્‍માર્ટ કલાસની સુવિધાઓ પુરી પાડીને તેમના ભવિષ્‍યને આકાર આપવાનું ઉમદા કાર્ય કરે છે. ઉપરાંત સરકારી શાળાઓમાં કલામાં રસ ધરાવતા જરુરીયાતમંદ વિદ્યાર્થીઓને સંગીતના વર્ગો અને અન્‍ય ભાષા શીખવાના વર્ગો પણ વિનામુલ્‍યે ચલાવી બાળકોના સર્વાંગી વિકાસ માટે પ્રયત્‍નશીલ છે. તાજેતરમાં બે સરકારી શાળાઓમાં બાળકો માટે કંઠય સંગીત, નળત્‍ય, તબલા અને હાર્મોનિયમના નિયમીત વર્કશોપના આયોજન કરવામાં આવી રહ્યા છે, જેથી રસ-રુચી ધરાવનાર બાળકોને પ્રોત્‍સાહિત કરી શકાય અને આગળ જતા તેમની કારકિર્દીમાં પણ આ કલા નિમિત બની શકે.

ગત તમામ વર્ષોના આયોજનોમાં શ્રોતાઓએ પણ વ્‍યવસ્‍થામાં પૂરતો સહકાર આપીને તમામ કાર્યક્રમોને અપ્રતિમ સફળતા અપાવી છે. આ વર્ષે પણ ગુણી શ્રોતાઓને પૂર્ણ સહયોગ આપવા આયોજકો દ્વારા અપીલ કરવામાં આવી છે. વાહન પાકશ્નગ માટે હેમુ ગઢવી ઓડીટોરીયમ સામે આવેલ એ.વી.પી.ટી.આઇ.ના ગ્રાઉન્‍ડમાં વિનામુલ્‍યે વ્‍યવસ્‍થા ગોઠવાઇ છે, જેથી શ્રોતાઓએ ઓડિટોરીયમની આસપાસના રહીશોને વિધ્‍નરુપ ન બને તે રીતે વાહનો પાર્ક કરવા યાદીના અંતમાં જણાવાયું છે.

(12:55 PM IST)