News of Wednesday, 1st January 2025
ડોર્મેન્ટ, ઇનએક્ટિવ અને ઝીરો બેલેન્સ બેન્ક-અકાઉન્ટ આજથી બંધ થઈ જશે
તમારી પાસે તો નથીને આવું બેન્ક-અકાઉન્ટ? : બેન્કિંગ-ફ્રોડ રોકવા અને કસ્ટમરોને સલામત રાખવા માટે RBIના આદેશથી લેવાયો નિણૅય, જોકે KYC અપડેટ કરીને આ ખાતાં ફરી એક્ટિવ કરી શકાશે

મુંબઈ, તા.૧: રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI)એ નવા વર્ષથી બેન્ક-અકાઉન્ટના નિયમોમાં ફેરફાર કર્યા છે અને એની અસર દેશના લાખો-કરોડો ખાતાધારકોને પડવાની છે. બેન્કિંગ-સિસ્ટમને બરાબર બનાવવા માટે RBI ડોર્મન્ટ, ઇનએક્ટિવ અને ઝીરો બેલેન્સ ખાતાં બંધ કરી દેવાની છે.
ત્રણ પ્રકારનાં ખાતાં: ડોર્મન્ટ ખાતાં એવાં છે જેમાં બે વર્ષ કે એનાથી વધારે સમયથી કોઈ ટ્રાન્ઝેક્શન થયાં નથી. આ અકાઉન્ટ પર સાઇબર-ક્રાઇમ ગુનેગારોની નજર રહેતી હોય છે. ૧૨ મહિના કે એનાથી વધારે સમય સુધી નિ ષ્ક્રિય રહેનારાં ખાતાંઓને ઇનએક્ટિવ ખાતાં કહેવામાં આવે છે. લાંબા સમય સુધી જેમાં બેલેન્સ ઝીરો હોય એવાં ખાતાંઓને ઝીરો-બેલેન્સ ખાતાં કહેવામાં આવે છે. આ તમામ પ્રકારનાં ખાતાં આજથી બંધ કરી દેવામાં આવશે.
કસ્ટમરોની સલામતી જરૂરીઃ બેન્કિંગ સિસ્ટમને વધારે સુવિધાજનક બનાવવા RBIએ વિવિધ બેન્કોને જણાવ્યું છે. બેન્કિંગ ટ્રાન્ઝેક્શનને વધારે સલામત, ટ્રાન્સપરન્ટ અને પ્રભાવી બનાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આનાથી ફ્રોડ રોકવામાં મદદ મળશે અને ડિજિટાઇઝેશનને પ્રોત્સાહન મળશે. ખાસ કરીને ઇનએક્ટિવ ખાતાંના સંભવિત જોખમો અને સાઇબર-ક્રાઇમને ધ્યાનમાં રાખીને આ પગલાં લેવામાં આવ્યાં છે.
KYC અપડેટ કરવું પડશેઃ આ પ્રકારનાં ખાતાં KYC (નો યોર કસ્ટમર) અપડેટ કરીને બંધ થતાં અટકાવી શકાય છે. આ માટે બેન્કમાં જઈને પ્રમાણિત દસ્તાવેજ આપીને ખાતાં એક્ટિવ કરી શકાશે.
(12:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
