તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 1st January 2025
શહેરના ગગનમાં ૧૨મીએ રંગબેરંગી પતંગોની રંગોળી રચાશે
મનપા અને ગુજરાત પ્રવાસ નિગમ લિ.ના સંયુકત ઉપક્રમે આયોજન ધર્મેન્દ્રસિંહ આર્ટસ કોલેજ ગ્રાઉન્ડ ખાતે આંતરાષ્ટ્રીય પતંગ મહોત્સવઃ સાંસદ પરસોતમભાઇ રૂપાલાના હસ્તે ઉદઘાટન

રાજકોટ તા.૧: મહાનગરપાલિકા અને ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડના સંયુક્ત ઉપક્રમે ૧૨ જાન્યુઆરી ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ ગ્રાઉન્ડ ખાતે ‘‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-૨૦૨૫'' યોજાશે. આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં વિવિધ દેશોના તથા ભારતના વિવિધ રાજ્યોના પતંગવીરો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ભાગ લેનાર છે. આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો શુભારંભ રાજકોટના સાંસદ પરસોતમભાઈ રૂપાલાના હસ્તે કરવામાં આવશે. તેમજ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા ઉપસ્થિત રહેશે.
આ અંગે મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા શ્રીમતી લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડિયા અને સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા જણાવે છે કે, ગુજરાત રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના ભારત દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતનુ પ્રવાસન ક્ષેત્ર આગવું સ્થાન પ્રાપ્ત થાય તે માટે દર વર્ષે રાજ્યના વિવિધ શહેરોમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજવાની શરૂઆત કરવામાં આવેલ હતી. જે મુજબ આ વર્ષે પણ રાજ્ય સરકારશ્રી દ્વારા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનુ રાજકોટ મહાનગરપાલિકા અને ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડના સંયુક્ત ઉપક્રમે આગામી તા.૧૨ રવિવારના રોજ સવારે ધર્મેન્દ્રસિંહજી કોલેજ (ડી.એચ. કોલેજ)ના ગ્રાઉન્ડ ખાતે આયોજન કરેલ છે. આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં વિવિધ દેશો તથા ભારતના વિવિધ રાજ્યોના પતંગવીરો આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ભાગ લેનાર છે.
આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો શુભારંભ રાજકોટના સાંસદ પરસોતમભાઈ રૂપાલાના હસ્તે કરવામાં આવશે તેમજ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા ઉપસ્થિત રહેશે.
આ ઉપરાંત આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા, રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, ડો.દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરા, ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, ગુજરાત પ્રવાસન નિગમના કમિશનર અને મેનેજિંગ ડીરેક્ટર સાઈડીંગપુઈ છાકછુઆક, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલિયા, ડો.માધવભાઈ દવે, વિરેન્દ્રસિંહ ઝાલા, સમાજ કલ્યાણ સમિતી ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, રાજકોટ મહાનગરપાલિકાના અધિકારી-કર્મચારીઓ વગેરે ઉપસ્થિત રહયા હતા.
મહાનગરપાલિકાના પદાધિકારીઓ મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા શ્રીમતી લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડિયા અને સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળાએ શહેરીજનોને આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં જોડવા તેમજ નિહાળવા ઉપસ્થિત રહેવા એક અપીલ અને અનુરોધ કર્યો હતો.(૨.૨૨)
(6:57 PM IST)










