તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 1st January 2025
સુરેન્દ્રનગર એસપી ગિરીશ પંડ્યા, સુરત એસપી હિતેષ જોયસર, મહેસાણા જીલ્લા પોલીસ વડા તરૂણ દુગ્ગલ, રાજકોટના SRP કમાન્ડન્ટ સુધા પાંડે અને રાજેન્દ્રસિહ ચુડાસમા વિગેરેને મૂળ જગ્યાએ DIG તરીકે બઢતી આપવામાં આવી
રાજકોટ રૂરલ એસપીનું સ્થાન કામચલાઉ DIG લેવલનું બનાવવાનો ગુજરાતના ઇતિહાસનો પ્રથમ પ્રયોગ હવે આગળ વધે છે :રાજકોટના ત્રણ પૂર્વ ડીસીપી ડો. સુધીર દેસાઈ, બલરામ મીના અને કરણરાજ વાઘેલા, અને જામનગર એસપી પ્રેમસુખ ડેલું વિગેરેને સિલેકશન ગ્રેડ મંજૂરઃ નવા વર્ષના પ્રથમ દિવસે ભેટ આપી

રાજકોટ, તા. ૦૧: નવા વર્ષના પ્રારંભે જ રાજ્ય સરકાર દ્વારા લાંબા સમયથી pending એસપી લેવલનાં જુનિયર આઈપીએસ અધિકારીઓને DIG લેવલે બઢતી આપી છે. જે ઓર્ડર મોડા થવાના હતા તે વહેલા તો કર્યા પરંતુ મૂળ સ્થાને અર્થાત્ એસપી લેવલે હાલ જયા ફરજ બજાવે છે ત્યાં જ ચાલુ રાખી રેન્જ લેવલ સહિત મોટા ફેરફાર હાલ તુરત ટાળી દીધા છે. આ ઓર્ડરમાં સુરત રૂરલ એસપી અને સુરેન્દ્રનગર એસપી વિગેરેને બઢતી આપી આ સ્થાન DIG લેવલનાં બનાવાયા છે, આ નવો પ્રયોગ છે.
પોલીસ રિકળટમેંટ બોર્ડના એડી.ડીજી નીરજ ગોટરુંને આજ સ્થાને ડીજી બનાવાયા છે આઇજી લેવલના નીપૂર્ણો તોરવણેને એડી ડીજી લેવલે મૂળ સ્થાને મૂકયા છે. આજ રીતે સુરત ગ્રામ્યના હિતેષ જોયસર મૂળ સ્થાને DIG લેવલે, મહેસાણાનાં એસપી તરુણ દુગ્ગલ મૂળ સ્થાને DIG, સાથે સીઆઈડી ક્રાઇમનાં ચેતન માંડલિક, સરોજ કુમારી, એસઆરપી કમાન્ડન્ટ આર.વી.ચુડાસમા, સુરતના ડીસીપી આર.પી.બારોટ, સુરેન્દ્ર નગર એસપી ગિરીશ પંડિયા, રાજકોટ એસઆરપી કમાન્ડન્ટ સુધા પાંડે, મરીન ટાસ્ક ફોર્સના આર.ટી. સુસરા અને સ્ટેટ પોલીસ અકાદમીના સુધા મજમુદારને મૂળ સ્થાને બઢતી આપવામાં આવી છે.
આ ઓર્ડર સાથે જામનગર એસપી પ્રેમસુખ ડેલું સહિત ૬ એસપી લેવલનાં અધિકારીઓને સિનિયર ગ્રેડ આપવામાં આવેલ છે.
આજ રીતે રાજકોટનાં પૂર્વ ડીસીપી સુધીર દેસાઈ, બલરામ મીના, કરણરાજ વાઘેલા વીગેરેનો પણ સિલેકશન ગ્રેડ મંજૂર કરાયો છે.(૬.ર)
(7:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
