<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st January 2025

પોરબંદર જલારામ મંદિરની ટીમ લોહાણા મહાપરિષદ યુવા સંઘ આયોજીત બોકસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં વિજેતા

ચેમ્પીયન ટીમને ૧૧૧૧૧ રોકડ પુરસ્કાર એનાયત : તમામ પ્લેયરોનું મેડલો આપીને સન્માન

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. ૧: લોહાણા મહાપરિષદ સૌરાષ્ટ્ર ઝોન આયોજીત બોકસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં પોરબંદરની જલારામ મંદિરની ટીમ વિજેતા થઇ છે. આ વિજેતા ટીમને ૧૧૧૧૧ રોકડ પુરસ્કાર આપવામાં આવેલ છે.

શ્રી મહાપરિષદ યુવા સંઘ પોરબંદર દ્વારા બોકસ ક્રિકેટ ઓકશન ટુર્નામેન્ટનું ખાસ આયોજન લોહાણા જ્ઞાતિજનો માટે રાખવામાં આવ્યું હતું આયોજનમાં ૧૫૦ થી પણ વધુ લોહાણા ક્રિકેટ પ્રેમીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું જેમાં ૧૨૦ પ્લેયર પર બોલી લાગી હતી અને બાકીના ૩૦ પ્લેયર થી પણ વધુ અનસોલ રહ્યા હતા આ અનસોલ પ્લેયર ને નિરાશા ન મળે અને પોતાની અંદર સેલ્ફ કોન્ફિડન્સ જાગે તે માટે થઈને અનસોલ્ડ પ્લેયરોની ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આ બધા જ પ્લેયરોને મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા તેમ જ વિજેતાને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.

આ ટુર્નામેન્ટમાં લોહાણા મહાજન પોરબંદર ,લોહાણા મહાજન રાણાવાવ તેમજ લોહાણા સમાજની સામાજિક સંસ્થાઓ દ્વારા ૧૫ જેટલી પોતાની અલગ અલગ ટીમો તૈયાર કરવામાં આવી હતી ત્યારબાદ બોકસ ક્રિકેટનું ઓપનિંગ રાખવામાં આવ્યું હતું જેમાં મહાનુભાવોના હસ્તે આ બોકસ ક્રિકેટ ઓકશન ટુર્નામેન્ટ નો પ્રારંભ થયો હતો આયોજનના મુખ્ય હેતુ લોહાણા સમાજના યુવાનો વડીલો અને આગેવાનોને ઓળખે તેમજ સ્પોર્ટ્સ ને લગતી પોતાની અંદર રહેલી શકિતઓ બહાર લાવી શકે

આયોજનને સફળ બનાવવા લોહાણા મહાપરિષદ સૌરાષ્ટ્ર ઝોન (૨) પ્રમુખ ગોવિંદાભાઈ ઠકરાર , પોરબંદર શહેર ભાજપ પ્રમુખ પંકજભાઈ મજીઠીયા  શ્રીલોહાણા મહાપરિષદ પરિષદ યુવા સંઘ પોરબંદર પ્રમુખ રાજ પોપટ તેમજ પ્રોજેકટ ચેરમેન હર્ષિલ મજીઠીયા, દર્શ દતાણી, જશ દતાણી ,પ્રતીક ઠકરાર ,ભાવેશ કોટેચા , શિવાંગ ધનરાજ, કુશલ લાખાણી, હિત પોપટ , કિશન હિંડોચા ,મિત વિઠલાણી, ચેતન કોટેચા, કુશલ રાયચુરા ,હેમાંગ લાખાણી, વિજય લાલચેતા, અર્ચન હાથી, , ધ્રુવ રાજાણી , રાહુલ કોટેચા , મિહિર રૂઘાણીએ  જેહમત ઉઠાવી હતી

આ ટુર્નામેન્ટમાં વિજેતા ટીમ તરીકે જલારામ મંદિર પોરબંદર થઇ હતી જેને રોકડ પુરસ્કાર ૧૧,૧૧૧/ આપવામાં આવ્યા હતા અને રનર્સ અપ ટીમ તરીકે લોહાણા મહાપરિષદ સૌરાષ્ટ્ર ઝોન ૫૫૫૫/ રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા હતા જેમાં લોહાણા મહાપરિષદ સૌરાષ્ટ્ર ઝોન ટીમના ઓનર ગોવિંદાભાઈ ઠકરાર દ્વારા જે રકમ જીત મેળવીને પ્રાપ્ત થઈ છે તે રકમ તે પોરબંદર લોહાણા મહાજન ને ભેટ કરશે ગોવિંદભાઈ ઠકરાર ના આ નિર્ણયને લોહાણા સમાજના લોકોએ બિરદાવી છે.

(7:31 PM IST)