News of Wednesday, 1st January 2025
ગુજરાત આવતા વિદેશી પ્રવાસીઓને મદદ કરશે 'SHE' ટીમ
સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાત - દક્ષિણ ગુજરાત અને શહેર એમ ૪ ઝોન ઉભા કરાયા 'SHE'ટીમ આપશે દૈનિક રિપોર્ટ

નવી દિલ્હી, તા.૧: ગુજરાતના પ્રવાસે આવતા વિદેશી પ્રવાસીઓને કોઇ સમસ્યાનો સામનો ન કરવો પડે, તે હેતુસર ગુજરાત પોલીસે એક નવી પહેલ શરૂ કરી છે જે અંતર્ગત કચ્છ, ગીર, દ્વારકા, અંબાજી અને બીજા ધાર્મિક સ્થળોની મુલાકાતે આવતા વિદેશીઓને સહાય કરવા ('SHE') ટીમ સજ્જ રહેશે. આ માટે સૌરાષ્ટ્ર, ઉ.ગુજરાત, દ.ગુજરાત અને શહેરો માટે એમ કુલ ૪ ઝોન ઉભા કરવામાં આવ્યા છે અને તેમાં ૭૪૮ ('SHE') ટીમની તૈનાતી કરવામાં આવી છે.
આ ૭૪૮ ટીમોમાં દરેકમાં ચાર સભ્યો હોય છે, જેમાં પરિસ્થિતિ અને જરૂરિયાતને આધારે રચના બદલાતી રહે છે. કેટલીક ટીમોમાં એક પુરૂષ અધિકારી અને ત્રણ મહિલા અધિકારીઓનો સમાવેશ થાય છે, જ્યારે અન્ય ટીમોમાં બે પુરૂષ અધિકારીઓ અને બે મહિલા અધિકારીઓ હોઈ શકે છે.
એડિશનલ ડીજીપી (મહિલા સેલ) અજય ચૌધરીએ જણાવ્યું હતું કે આ SHE ટીમો વિવિધ જિલ્લાઓ અને શહેરોની મુલાકાત લેતા વિદેશી નાગરિકોનો ડેટા એકત્ર કરશે. આ ડિસ્ટ્રિક્ટ પોલીસ મોડયુલ (DPM) નામની ખાસ બનાવેલી સિસ્ટમ દ્વારા કરવામાં આવશે.
ચૌધરીએ જણાવ્યું હતું કે, ‘‘પછી ટીમો પ્રવાસીઓની સલામતી સુનિશ્ચિત કરવા માટે વ્યક્તિગત રીતે મુલાકાત લેશે અને જો જરૂરી હોય તો મદદની ઓફર કરશે.‘‘ ‘‘માસિક અહેવાલ સીઆઈડી ક્રાઈમને સબમિટ કરવામાં આવશે.‘‘
‘‘ચાર વરિષ્ઠ અધિકારીઓ, ACP અને DSP ના રેન્ક પર, આ માટે નોડલ ઓફિસર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે,‘‘ ચૌધરીએ કહયુ હતુ, ‘‘અમે બધા નોડલ અધિકારીઓ સાથે દૈનિક ઓનલાઈન બ્રીફિંગ કરીશું. SHE ટીમો તેમના દૈનિક કાર્યને Google-આધારિત દસ્તાવેજ પર અપલોડ કરશે. આ ટીમોને એક સમાંતર સામાજિક પોલીસિંગ પ્લેટફોર્મ બનાવશે જે વિદેશી પ્રવાસીઓ અને સ્થાનિક નાગરિકો બંનેને લાભ આપે છે.
વધુમાં, પહેલની પ્રગતિની સમીક્ષા કરવા માટે નોડલ અધિકારીઓ સાથે દૈનિક ઓનલાઈન બેઠકો યોજવામાં આવશે.
પોલીસ ઈન્સ્પેક્ટર ખુશ્બુ યાજ્ઞિકે જણાવ્યું હતું કે, ‘‘અમે પ્રવાસન અથવા અન્ય હેતુઓ માટે ગુજરાતમાં આવતા વિદેશી નાગરિકો (એનઆરઆઈ સિવાય) વિશે માહિતી એકત્ર કરવા માટે એક ખાસ ઓનલાઈન સિસ્ટમ વિકસાવી છે.‘‘
‘‘સ્થાનિક SHE ટીમો આ વિદેશી નાગરિકોની મુલાકાત લેશે અને જરૂર પડયે સહાય પ્રદાન કરશે,‘‘ તેણીએ ઉમેર્યુ હતું. યાજ્ઞિકે ઉમેર્યું હતું કે, ‘‘આ પહેલ માત્ર પ્રવાસનને વેગ આપશે નહીં પરંતુ ગુજરાતની મુલાકાતે આવતા વિદેશી પ્રવાસીઓને મૂલ્યવાન મદદ પણ આપશે.‘‘
SHE ટીમોની જવાબદારીઓ :SHE ટીમોની કાર્ય સૂચિમાં ઉમેરવામાં આવેલી નવી જવાબદારીઓમાં નીચેનાનો સમાવેશ થાય છેઃ
ઘરેલું હિંસા અટકાવવી અને પીડિતોને મદદ કરવી.
માદક દ્રવ્યોની હેરાફેરી અને અન્ય ઉપદ્રવનો સામનો કરવા માટે શાળાઓ અને કોલેજોની નજીક ડીકોઈઝ નાખવી.
રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાઓ વિશે જાગળતિ ફેલાવવી.
પિક-અપ કલાકો દરમિયાન શાળાઓ નજીક પેટ્રોલિંગ.
બળાત્કાર, અપહરણ અને છેડતીનો ભોગ બનેલી મહિલાઓ માટે કાઉન્સેલિંગ પૂરું પાડવું.
શેરી નાટકો, બેનરો, પુસ્તિકાઓ અને સોશિયલ મીડિયા દ્વારા મહિલાઓની સુરક્ષા અંગે જાગળતિ ફેલાવવી. શાળાઓમાં ગુડ ટચ અને બેડ ટચને લગતા કાર્યક્રમોનું આયોજન.
(6:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
