<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st January 2025

સોૈરાષ્‍ટ્ર-કચ્‍છમાં ઠંડકમાં ઘટાડો યથાવતઃ નલીયા ૬.૪, ગિરનાર ૭ ડિગ્રી

લઘુતમ તાપમાનનો પારો ઉંચે ચડતા મિશ્ર હવામાન યથાવત

રાજકોટ તા.૧: રાજકોટ સહિત સોૈરાષ્‍ટ્ર-કચ્‍છમાં આજે પણ ઠંડકમાં ઘટાડો યથાવત છે. આજે કચ્‍છના નલીયામાં ૬.૪, ગિરનાર ૭, રાજકોટમાં ૧૧.૫ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. લઘુતમ તાપમાનનો પારો ઉંચે ચડતા મિશ્ર હવામાન યથાવત છે.

જુનાગઢ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૦૧: ગિરનાર પર નવા વર્ષના પ્રથમ દિવસે ૭ ડિગ્રી ઠંડી રહી હતી. જ્‍યારે જૂનાગઢમાં વાતાવરણમાં ૮૬ ટકા ભેજ સાથે તાપમાન ૧૨ ડિગ્રી નોંધાયું હતું.

થર્ટી ફર્સ્‍ટની રાત્રે જુનાગઢનુ તાપમાન વધીને ૧૪.૬ ડિગ્રી થઈ ગયું હતું જેના પરિણામે રાત્રિ હુંફાળી રહ્યા બાદ આજે સવારે લઘુતમ તાપમાન ૧૨ ડીગ્રી નોંધાયું હતું જેના પરિણામે ઠંડીમાં આંશિક રાહત રહી હતી.

પરંતુ વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૬ ટકા રહેતા ગુલાબી ઠંડીનું જોર રહ્યું હતું. સવારે પવનની પ્રતિ કલાકની ઝડપ ત્રણ કિલોમીટરની રહી હતી.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ બાજરા સંશોધન કેન્‍દ્ર-જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ૧૩, મહતમ તાપમાન ૨૬.૫, ભેજનું પ્રમાણ ૬૨%, પવનની ગતી ૩.૯ કિ.મી. રહી હતી.(૨.૧૩)

કયાં કેટલી ઠંડી

શહેર           લઘુતમ તાપમાન

ગિરનાર પર્વત ૭.૦ ડીગ્રી

અમદાવાદ             ૧પ.૪  ડીગ્રી

અમરેલી               ૧૩.૭  ડીગ્રી

બરોડા         ૧૬.૦  ડીગ્રી

ભાવનગર              ૧પ.૬  ડીગ્રી

ભુજ            ૧૧.૪  ડીગ્રી

દમણ          ૧૯.ર  ડીગ્રી

ડીસા           ૧ર.૧  ડીગ્રી

દીવ           ૧૭.૦  ડીગ્રી

દ્વારકા          ૧૪.૮  ડીગ્રી

ગાંધીનગર             ૧૪.પ  ડીગ્રી

જામનગર              ૧૩.૦  ડીગ્રી

કંડલા          ૧૪.૦  ડીગ્રી

નલિયા         ૬.૪  ડીગ્રી

ઓખા          ૧૮.૮  ડીગ્રી

પોરબંદર              ૧૩.૦  ડીગ્રી

રાજકોટ                ૧૧.પ  ડીગ્રી

સુરત          ૧૭.૮  ડીગ્રી

વેરાવળ                ૧૮.૧  ડીગ્રી

(7:13 PM IST)