તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 1st January 2025
દારૂની દુકાનમાં ધાડ પાડવા ગયો, પણ ટલ્લી થઈને ત્યાં જ સૂઈ ગયો

હૈદ્રાબાદ, તા.૧: થર્ટીફર્સ્ટની પાર્ટીમાં દારૂ પીવાનો જુગાડ કરવાના હેતુથી તેલંગણાના મેડક વિસ્તારમાં કનકદુર્ગા વાઇન્સ નામની એક લિંકરશોપમાં રવિવારે રાતે એક ચોર ઘૂસી ગયો હતો. પોતાની ચોરી પકડાય નહીં એ માટે તેણે ખૂબ મહેનત કરી હતી. છત પરની કેટલીક ટાઇલ્સ હટાવીને તેણે પહેલાં સ્ટોરના CCTV કેમેરા ડિસેબલ કર્યા અને પછી તે સ્ટોરમાં ઘૂસ્યો હતો. પહેલાં તેણે કેશ કાઉન્ટરમાંથી જેટલી રોકડ હતી એ કાઢી લીધી અને દારૂનો સ્ટોક પણ પોતાને માટે લઈ લીધો. જોકે એ પછી તેનું મન લલચાઈ ગયું અને ત્યાં જ દારૂ પીવા બેસી ગયો. એક વાર પીવાનું શરૂ થતાં તે ભાન ભૂલ્યો અને ત્યાં જ ટલ્લી થઈને લંબાવી દીધું. સોમવારે સવારે જયારે માલિક આવ્યો ત્યારે તેણે ચોરને અંદર બેભાન હાલતમાં જોયો. એ પછી પોલીસ આવીને તેને પકડી ગઈ. જોકે એવું કહેવાય છે કે તે છેક સોમવાર સાંજ સુધી સૂધબૂધ ખોઈને નશામાં બેભાન રહ્યો હતો.
(7:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
