તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૪ શનિવાર
News of Wednesday, 1st January 2025
કાનપુરના ફાયરબ્રાન્ડ મેયર પ્રમિલા પાંડે
બાળકીને કૂતરાએ ફાડી ખાધી તો મટન-મચ્છીની દુકાન પર બુલડોઝર ચલાવ્યું: બજારમાં પાણી ભરાયું તો એન્જીનીયરોને ચેતવણી આપી દીધી કે તેમને પણ આ નાળામાં ડુબાડી દઇશ

કાનપુરઃ કાનપુરમાં એક માસુમ બાળકીને કૂતરાએ ફાડી ખાધી તો મટન-મચ્છીની દુકાન પર ચલાવ્યું બુલડોઝર, નાળામાં પડવાથી એક બાળકીનું મોત થયું તો ગેરકાયદેસર વસ્તી પર ચલાવ્યું બુલડોઝર બજારમાં પાણી ભરાયું તો એન્જીનીયરોને આપી દીધી ચેતવણી કે તેમને પણ આ નાળામાં ડુબાડી દઇશ.
કંઇક આવો જ મગજ છે કાનપુરના મેયર અને ભાજપા નેતા પ્રમિલા પાંડેનો જેમને કોઇક રિવોલ્વર દાદી કહે છે તો કોઇ રિવોલ્વર દીદી, તેમની ઉંમર ભલે ૬૮ વર્ષની થઇ પણ તેઓ આજે પણ કોઇ યુવા નેતા કરતા તેજ દેખાય છે. કયારેક તેઓ બુલડોઝર પર ચડીને ફૂલો વરસાવતા નજરે ચડે છે. તો કયારેક આ ઉંમરે છોકરીઓ સાથે કબડ્ડી રમતા દેખાય છે.
ભાજપના આ ફાયર બ્રાન્ડ નેતા કોઇ ઓળખના મોહતાજ નથી ર૦૧૭ થી કાનપુરના મેયરનું પદ સંભાળી રહેલ પ્રમિલા પાંડે અવારનવાાર કોઇને કોઇ કારણે ચર્ચામાં છવાયેલા રહે છે. કયારેક બુલડોઝર પર ચડીને તિરંગો લહેરાવીને તો કયારેક ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફેરવીને.
આ વખતે પણ એવું થયું કે જયારે કાનપુરમાં એક નાળામાં પડીને માસૂમ બાળકનું મોત થયું. આ સમાચાર જેવા પ્રમિલા પાંડેને મળ્યા કે તરત તેમણે બુલડોઝર એકશનનો આદેશ આપી દીધો અને પોતે ભારે પોલીસ સાથે ત્યાં પહોંચી ગયા. જે જગ્યાએ તેઓ બુલડોઝર ફેરવાવી રહયા હતા તે વિસ્તાર સપા ધારાસભ્ય નસીમ સોલંકીનો છે તેમને જયારે બુલડોઝર એકશનના સમાચાર મળ્યા તો તેણી ત્યાં તેને રોકાવવા માટે પહોંચી ગયા. પણ તેમનો સામનો પ્રમીલા પાંડે સામે હતો એક તરફ નસીમ સોલંકી પ્રમિલા પાંડેને વિનંતી કરતા રહયા અને બીજી તરફ બુલડોઝર ચાલું રહયું. પ્રમીલાએ તેણીની વાત ના સાંભળી પ્રમિલા તેમને બહુ, બેટી કહીને તેમને ત્યાંથી જતા રહેવાનું કહેતા રહયા
કોણ છે પ્રમિલા પાંડે ?
પ્રમિલા પાંડેનો જન્મ ૧૯પ૮ માં જોનપુર જીલ્લાના મડીયાહુ તાલુકાના એક ગામડામાં થયો હતો. જે શાળામાં પ્રમિલાએ અભ્યાસ કર્યો ત્યાં ૮ માં ધોરણમાં બધા છોકરાઓ વચ્ચે પ્રમિલા એકમાત્ર છોકરી હતી. ૧૯૭૬ માં જોનપુરના ટીકરાના તાલુકાના રહેવાસી લક્ષ્મીશંકર પાંડે સાથે તેમના લગ્ન થયા હતા. પતિ સાથે પ્રમિલા પાંડે કાનપુર આવી ગયા અને પરિવાર સાથે એફએમ કોલોનીમાં રહેવા લાગ્યા.
૧૯૯પમાં પ્રમિલા પાંડે પહેલીવાર કોર્પોરેટર બન્યા અને ૧૦ વર્ષ સુધી આ હોદ્દા પર રહયા. તેઓ ભાજપા મહિલા મોરચામાં બૂથ લેવલ થી પ્રદેશ સ્તર સુધીના હોદાઓ સંભાળી ચૂકયા છે. કાનપુર શહેરમાં પ્રમિલા પાંડેને લોકો માતાજી, ચાચી, દીદી, મૌસી પણ કહીને બોલાવે છે. તેમની પાસે બંદૂક હોવાના કારણે તેમને રિવોલ્વર દાદી, રિવોલ્વર દીદી પણ કહે છે.
ર૦૧૭ માં પહેલીવાર પ્રમિલા પાંડે ભાજપની ટીકીટ પર જીતીને કાનપુર શહેરના મેયર બન્યા ર૦ર૩ માં ભાજપાએ તેમને ફરીથી ટીકીટ આપી અને તેઓ ફરી એકવાર મેયર બન્યા. પોતાના કાર્યકાળમાં તેમણે એટલું કામ કર્યું કે ભાજપાએ તો તેમને બીજીવાર ટીકીટ આપી જ પણ કાનપુરના લોકોએ પણ તેમને ફરીથી મેયર બનાવ્યા. તેઓ હરરોજ હરપળ કાનપુરની જનતા સાથે ઉભેલા જોવા મળે છે. (૩પ-૯)
(12:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
