<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st January 2025

નર્મદા પોલીસ 31 ડિસેમ્બરે ચેકીંગ દરમિયાન 57 ચાલકોને નશાની હાલતમાં ડ્રાઈવિંગ કરતા ઝડપી પાડ્યા

એક જ દિવસમાં 57 વ્યક્તિઓને નશો કરી વાહન હંકારતા પકડી ગુના દાખલ કર્યા

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબેના માર્ગદર્શન અને સુચના મુજબ 31 ડિસેમ્બરે પોલીસ ટીમો એ ચેકીંગ કરી મહારાષ્ટ્ર માંથી ગુજરાતના આવતા અંગ્રેજી દારૂ અને નશાની હાલતમાં વાહન હંકારતા લોકો પર ખાસ નજર રાખી જેમાં પોલીસે એકજ દિવસમાં કુલ 57 ચાલકોને નશાની હાલતમા વાહન ચલાવતા ઝડપી ગુના દાખલ કર્યા હતા.

    નર્મદા પોલીસે અલગ અલગ જગ્યા પર ચેકીંગ દરમિયાન વાહનો અટકાવી ચાલકની પૂછપરછ અને વાહન ચેકીંગ કરી ચાલકો નશાની હાલતમાં છે કે નહિ અને તેમના વાહનોમાં દારૂ કે અન્ય ગેરકાયદેસર વસ્તુ છે કે નહિ તે બાબતની ઝીણવટભરી તપાસ કરી હતી જેમાં પોલીસ સ્ટાફના અનેક અધિકારીઓ, કર્મચારીઓ જોડાયા હતા.
    જોકે પોલીસ નો મુખ્ય ઉદ્દેશ્ય નશાની હાલતમાં વાહન હંકારી અકસ્માત થાય તો વાહન ચાલક કે સાથે બેઠેલા લોકો તેમજ સામેના વાહન માં બેઠેલા લોકોના જીવને જોખમ ઉભુ થઈ શકે છે માટે ડ્રીંક એન્ડ ડ્રાઇવ જોખમી હોય લોકોને જિંદગી બચાવવા પોલીસ લગભગ દરરોજ આવું ચેકીંગ કરતી આવી છે પરંતુ 31 ડિસેમ્બર હોવાથી ખાસ ચેકીંગ કરી કુલ 57 ચાલકો ને નશાની હાલત માં ડ્રાઈવિંગ કરતા પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરી હતી

(11:24 PM IST)