<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st January 2025

સુઇગામ નજીક ભારતમાલા હાઇવે પર લક્ઝરી અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત:ત્રણ લોકોના ઘટના સ્થળે મોત

જામનગરથી રાજસ્થાન તરફ જતી લકઝરીને સોનેથ ગામ નજીક અકસ્માત: લકઝરીમાં સવાર 20 લોકો ઇજાગ્રસ્ત:108 મારફતે ભાભર, થરાદ સહિતની સરકારી ખાનગી હોસ્પિટલોમાં દાખલ કરાયા

સુઇગામ નજીક ભારતમાલા હાઇવે પર લક્ઝરી અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં ત્રણ લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા

   મળતી માહિતી પ્રમાણે રોંગ સાઈડમાં આવતા ટેન્કર ચાલકે લક્ઝરીને ટક્કર મારતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં લકઝરીમાં સવાર 20 લોકો ઇજાગ્રસ્ત થયા હતા અને 3 લોકોના ઘટના સ્થળે મોત થયા હતા.

  સૂઇગામના સોનેથ ગામ નજીક રાત્રીના સમયે મોતની ચિચિયારીઓ ગુંજી ઉઠી હતી. જામનગરથી રાજસ્થાન તરફ જતી લકઝરીને સોનેથ ગામ નજીક ભારત માલા હાઇવે પર અકસ્માત નડ્યો હતો. ઇજાગ્રસ્તોને 108 મારફતે ભાભર, થરાદ સહિતની સરકારી ખાનગી હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા હતા.

  મૃતકોને સૂઇગામ સરકારી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડાયા હતા. ઘટનાની જાણ થતાં સુઈગામ, ભાભર અને વાવ થરાદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી ઘાયલોને સારવાર અર્થે ખસડવામાં જહેમત ઉઠાવી હતી. અકસ્માત એટલો ભયંકર હતો કે લકઝરીનો કચ્ચરઘાણ વળી ગયો હતો.

(12:21 PM IST)