News of Wednesday, 1st January 2025
નાનામવા રોડના રધુરાઇ ફૂડઝોનમાંથી ૪૮ કિલો અખાદ્ય ચીજોનો નાશ
એકસ્પાયરી સોસ, બ્રેડ, સમોસાનો જથ્થો ઝડપાયો ભીમનગર રોડ, અમુલ સર્કલ વિસ્તારના ૨૩ ધંધાર્થીને નોટીસ

શહેરીજનોના આરેગ્ય પ્રદ હિતાર્થે મનપાની ફૂડ શાખા દ્વારા વિવિધ વિસ્તારમાં ખાણી પીણીના ધંધાર્થીને ત્યાં ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.જે અન્વયે નાનામવા રોડ પરના રઘુરાઇ ફૂડઝોન માંથી ૧૪૮ કિલો અખાદ્ય ચીજોનો નાશ કરવામાં આવ્યો હતો. તેમજ જામનગર રોડ, અમુલ સર્ર્કલ વિસ્તારમાં ૨૩ ધંધાર્થીઓને લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવી હતી.
આ અંગે મનપાની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ ફૂડ શાખા દ્વારા કરવામાં આવેલ કામગીરી આ મુજબ છે.
૧૪૮ કિલો અખાદ્ય ચીજોનો નાશ
મહાનગરપાલિકા દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન નાનામવા રોડ, રાજકોટ મુકામે આવેલ ‘‘રઘુરાઈ ફૂડ ઝોન'' પેઢીની તપાસ કરતા સ્થળ પર વેચાણ માટે સંગ્રહ કરેલ વાસી અખાદ્ય એક્સપાયરી વીતી ગયેલ સોસ, સીઝનિંગ, ટોર્ટિલા તથા બ્રેડનો અંદાજીત ૧૪ કિ.ગ્રા. જથ્થો મળી આવતા સ્થળ પર નાશ કરવામાં આવેલ તેમજ પેઢીને હાઈજેનિક કન્ડિશન જાળવવા બાબતે તથા લાઇસન્સ બાબતે નોટીસ આપવામાં આવેલ.
સ્વચ્છતા જાળવવવા નોટીસ
સર્વેલન્સ ચેકિંગ દરમિયાન વેસ્ટ ગેટ, રૈયા ચોક પાસે, ૧૫૦ ફૂટ રિંગ રોડ, રાજકોટ મુકામે આવેલ ‘‘લાપીનોઝ પીઝા'' પેઢીની તપાસ કરતા પેઢીને હાઈજેનિક કન્ડિશન જાળવવા બાબતે નોટીસ આપવામાં આવેલ.
૨૩ ધંધાર્થીને નોટીસ
મહાનગરપાલિકા ફૂડ વિભાગની ટીમ તથા FSW વાન સાથે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન અમુલ સર્કલ થી હુંડાઇ શો-રૂમ તથા જામનગર રોડ નાગેશ્વર વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ ૩૮ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ.
જો જય અંબે લીંબુ સોડા જય મહાદેવ પૂરી શાક સત્યમ ફરસાણ રાધે શ્યામ ડેરી ફાર્મ ગંગા ચાઇનીઝ પંજાબી બહુચર પાન ખોડિયાર નાસ્તા સેન્ટર રાજ વડાપાઉં ખેતલાઆપા પાન કોલ્ડ્રિંક્સ સંતોષ પાન કોલ્ડ્રિંક્સ બોમ્બે વડાપાઉં ધોરાજીવાળા ભૂંગળા બટેટા રાજ દાળ પકવાનગાયત્રી ડેરી જય અંબે ફૂડ ઝોન મહાવીર પ્રોવિઝન સ્ટોરકેવલમ ખમણ ગુરુકળપા કોલ્ડ્રિંક્સ ખોડિયાર પાન કોલ્ડ્રિંક્સ આનંદ પ્રોવિઝન સ્ટોર મહાદેવ નમકીનમહાદેવ પ્રોવિઝન સ્ટોર સહિત ૨૩ને લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ.(૩૮.૨૧)
(6:58 PM IST)










