<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

અમદાવાદમાં સાબરમતી નદીના તટે ’પ્રમુખ વરણી અમૃત મહોત્સવ’ની ભવ્ય ઉજવણી : કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં દિવ્ય સમારોહ યોજાયો : BAPSના વડા મહંત સ્વામી મહારાજે આશિર્વચન પાઠવ્યા – પ્રમુખ સ્વામી મહારાજના પ્રતિજ્ઞાપાલન, પરોપકાર સહિતના ગુણોનો પરિચય કરાવ્યો: ‘પ્રમુખસ્વામી મહારાજે ભક્તિ અને સેવાને એકબીજા સાથે જોડી નરમાં જ નારાયણના દર્શન કરવાના વેદ વાક્યને ચરિતાર્થ કર્યું.:‘પ્રમુખસ્વામી મહારાજે પોતાના આચરણથી સનાતન ધર્મનો સંદેશ ફેલાવી ધીરે ધીરે ઘટતી જતી ભાગવત શ્રદ્ધાને પુનઃસ્થાપિત કરી: અમિતભાઇ શાહ9:45 PM IST

‘પ્રમુખવરણી અમૃત મહોત્સવ’ નો ભવ્ય સમાપન સમારોહ : સાબરમતી રિવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટર ખાતે સર્જાયો અલૌકિક નજારો : કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ઉજવાયો ‘પ્રમુખવરણી અમૃત મહોત્સવ’ નો ભવ્ય સમાપન સમારોહ: વિશ્વવંદનીય સંતવિભૂતિ પ્રમુખસ્વામી મહારાજના ઐતિહાસિક, વૈશ્વિક કાર્યો અને દિવ્ય ગુણોને અપાઈ અદ્ભુત અંજલિ: આંબલીવાળી પોળથી અક્ષરધામ સુધી: પ્રમુખસ્વામી મહારાજની અદ્વિતીય જીવનગાથાને રજૂ કરતી પ્રસ્તુતિઓ, વીડિયો, સંબોધનોના અનોખા સમન્વય ધરાવતો દિલધડક કાર્યક્રમ : 75 અલંકૃત ફ્લોટસ દ્વારા સાબરમતીમાં સંતમહિમા: ૯ ડિસેમ્બર સુધી અટલ બ્રિજ અને સરદાર બ્રિજ વચ્ચે ફ્લોટસ રખાશે 8:50 PM IST

 કાગવડ ખોડલધામ ખાતે શ્રી ખોડીયાર માતાજી ના સાનિધ્યમાં શ્રી ખોડલધામ ચેરમેન નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે સુખદ સમાધાન : જયેશ રાદડીયાએ કહ્યું- ખોડલધામ સમાજનું ગૌરવ, જયેશ રાદડિયા હોય કે ના હોય ખોડલધામ રહેવાનું જ છે : જુઓ વિડીયો : કાર્યક્રમના અંતે ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ અને જેતપુર ધારાસભ્ય જયેશ રાદડિયા બંને એક બીજા સાથે વાતચીત કરતાં અને હળવાશની પળોમાં દેખાયા : નરેશ પટેલ જયેશ રાદડીયા તેમજ જીતુ વાઘાણી ત્રણેય એક સાથે ભેટી પડ્યા જે લેઉવા પાટીદાર સમાજ માટે એક સકારાત્મક સંકેત:ઘણી વખત જે વાતો વહેતી થઈ હોય છે એ સત્યથી વિપરીત હોય છે સમાજના કામમાં નરેશભાઈ અને જયેશ રાદડિયા હંમેશા આગળ રહ્યાં છે ખોડલધામ એનું શ્રેષ્ઠ ઉદાહરણ : જીતુ વાઘાણીએ ધારાસભ્ય કૌશિક વેકરીયા, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાના નામનો પણ ઉલ્લેખ કર્યો2:11 PM IST

યુરોપ ખંડના પશ્ચિમી દેશોમાંથી ડિજિટલ સુરક્ષા અને ઇન્ટરનેટ ઓફ થિંગ્સની ધજાગરા ઉડાવતો અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને કાળજું કંપાવી દેતો ભયાનક ધડાકો: અજ્ઞાત હેકરોના કાળમુખા જૂથે સમગ્ર યુરોપમાં સાઇબર એટેક કરીને હજારો સ્માર્ટ ફ્રિજનો કન્ટ્રોલ પોતાના હાથમાં લઈ લીધો અને ફ્રિજનું તાપમાન અચાનક ૫૦ ડિગ્રી સેલ્સિયસ સુધી વધારી દેતાં સમગ્ર યુરોપના લાખો નાગરિકોમાં મચી ગઈ ભયાનક સનસનાટી : ડિજિટલ હેકિંગના આ ભયાનક ખેલથી ઘરોમાં રાખેલો કરોડો રૂપિયાનો ખોરાક અને દવાઓ બળીને ખાખ: અચાનક સ્માર્ટ ફ્રિજોમાંથી ગરમીની વરાળો અને ધુમાડા નીકળતાં જ યુરોપના રહીશોના છાતીના પાટિયા બેસી ગયા5:49 PM IST

'માના હો તુમ, બેહદ હસીં...' ગીતથી લોકપ્રિય થનારા ફિલ્મ અભિનેતા શેખર કપૂરનો આજે ૮૦મો જન્મદિવસ: લંડનમાં સીએની નોકરી છોડી બોલીવુડમાં આવ્યા અને 'મિસ્ટર ઈન્ડિયા' જેવી કલ્ટ ફિલ્મ આપી : બોલીવુડના દિગ્ગજ અભિનેતાઓ દેવ આનંદ, ચેતન આનંદ અને વિજય આનંદ શિખર કપૂરના સગા મામા થાય: શબાના આઝમી સાથે લાંબા સમય સુધી સંબંધમાં હતા: પરંતુ ત્યારબાદ તેઓ અલગ થઈ ગયેલ : શેખર કપૂરના પહેલા લગ્ન ભારતના પૂર્વ વડાપ્રધાન ઇન્દ્રકુમાર ગુજરાતની ભત્રીજી મેઘા ગુજરાલ સાથે ૧૯૮૪માં થયા, ૧૯૯૪માં છૂટાછેડા થયા: ૧૯૯૯માં તેમણે અભિનેત્રી અને ગાયિકા સુચિત્રા કૃષ્ણમૂર્તિ સાથે લગ્ન કર્યા હતા. તેનો પણ ૨૦૦૭માં અંત આવ્યો 10:30 PM IST