<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th November 2026

રાજમાર્ગોને તહેવારોમાં દબાણ મુકત કરવા ધમધમાટઃ ૪૨૪ રેકડી-કેબીનો જપ્‍ત

મનપા દ્વારા વિવિધ વિસ્‍તારોમાં કામગીરી શહેરમાંથી મંજુરી વિનાના ૨૨૪૫ બોર્ડ-બેનર હટાવાયાઃ રૂ.૧૩.૫૯ લાખનો વહીવટી ચાર્જ વસુલતી દબાણ શાખા

રાજકોટ, તા.૫: દબાણ હટાવ શાખા દ્વારા તા.૧૬ થી તા.૩૧ ઓકટો. દરમ્‍યાન કુલ ૫૩ રેંકડી / કેબીન અને ૧૮૦૭  બોર્ડ/બેનરો જપ્ત કરેલ તેમજ રૂ.૧૩,૫૯,૦૦૬/-નો વહીવટી ચાર્જ વસુલ કરેલ.

મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા  રાજકોટ શહેરમાં જાહેર માર્ગો પર અસ્‍થાઈ દબાણ  રેકડી-કેબીન અન્‍ય ચીજવસ્‍તુઓ, શાકભાજી-ફળો  તેમજ  બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી કરવામાં આવેલ છે.

જે અંતર્ગત સાધુવાસવાણી રોડ, ૧૫૦ રિંગ રોડ, રૈયા ધાર રોડ, રામાપીર ચોકડી, કાલાવડ રોડ, જ્‍યુબેલી, જંક્‍શન રોડ, ઢેબર રોડ, પરાબજાર , ધરાર માર્કેટ, સંતકબિર રોડ, પેડક રોડ, કોઠારીયા રોડ, મવડી મેઈનરોડ પાસેથી રસ્‍તા પર નડતર રૂપ ૫૩ રેકડી/કેબીન જપ્ત કરવામાં આવી હતી. મવડી મેઈન રોડ, સાધુવાસવાણી રોડ, ૧૫૦ રિંગ રોડ, રૈયાધાર રોડ, રામાપીર ચોકડી, કાલાવડ રોડ, જ્‍યુબેલી, જંક્‍શન રોડ, ઢેબરરોડ, પરાબજાર, ગુંદાવાડી, પરાબજાર, ગાયત્રીનગર મેઈન રોડ, યાજ્ઞિક રોડ, રેસકોર્ષ ગ્રાઉન્‍ડ, ધરાર માર્કેટ, સંતકબિરરોડ, પેડક રોડ, કોઠારીયા રોડ પાસેથી જુદી-જુદી અન્‍ય ૩૭૧ પરચુરણ ચીજ વસ્‍તુઓ જપ્ત કરવામાં આવેલ.

મવડી મેઈન રોડ, પુષ્‍કરધામ મેઈન રોડ, સાધુવાસવાણી રોડ,  ૧૫૦ રિંગ રોડ, રૈયાધાર રોડ, રામાપીર ચોકડી, કાલાવડરોડ, જ્‍યુબેલી, જંક્‍શન રોડ, ઢેબર રોડ, પરાબજાર, ગુંદાવાડી , ધરાર માર્કેટ, પેડક રોડ, પારેવડી ચોક, કેસરી હિન્‍દ પુલ, કોઠારીયા રોડ રણુજા મંદિર પાસેથી ૩૫૩૨ કિલો શાકભાજી/ફળ/ફુલ જપ્ત કરવામાં આવેલ. પુષ્‍કરધામ મેઈન રોડ, યુનિ.રોડ,નાણાવટી ચોક, રૈયા રોડ, મવડી રોડ, સ્‍વામીનારાયાણ ચોક, ઢેબર રોડ, સોરઠીયાવાડી , કોઠારીયા રોડ, સંતકબીર રોડ, પેડક રોડ, ભાવનગર રોડ પાસે થી રૂ.૭,૯૮,૯૬૫/- મંડપ કમાન છાજલી ભાડુ વસુલ કરવામાં આવેલ છે.

અર્ટિકા ફાટક, જામનગર રોડ, ટાગોર રોડ, આનંદબંગલા ચોક, મવડી મેઈન રોડ, આહિર ચોક , ૮૦ફુટ રોડ, પારેવડી ચોક, સંતકબીર રોડ, ધરાર માર્કેટ, કોઠારીયા રોડ, મોરબી રોડ, ભાવનગર રોડ,  કુવાડવા રોડ પરથી રૂ.૫,૬૦,૦૪૧/ વહિવટી ચાર્જ વસુલ કરવામાં આવ્‍યો હતો. ઢેબર રોડ, રેસકોર્ષ રિંગ રોડ, જામનગર રોડ, બંજરવાડી સર્કલ પાસે, મહીલા અંડરબ્રિજ,  કાલાવડ રોડ, મવડી મેઈન રોડ, ગોંડલ ચોકડી, પુનીત નગરનાં ટાંકા, સેટેલાઈટ ચોક, કોઠારીયા રોડ, મોરબી રોડ, પેડક રોડ,ભાવનગર રોડ, ચુનારાવાડ મેઈન રોડ, ૮૦ફુટ રોડ, કોઠારીયા સોલવન્‍ટ પરથી ૧૮૦૭ બોર્ડ-બેનર જપ્ત કરેલા છે

(4:26 PM IST)