તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 7th December 2025
સુરતના ઘોડદોડ રોડ પર એપારમેન્ટમાં લીફ્ટનો કેબલ તૂટી જતા મહિલા ફસાઈ: ફાયરના જવાનોએ મહિલાને દોરડા બાંધી બચાવી
લિફ્ટના ઉપરના ભાગેથી મજબુતીથી બાંધીને સપોર્ટ સાથે બાંધી દીધી. ત્યાર બાદ ફસાયેલી ગ્રીલ છટકાવી હતી.

સુરતના ઘોડદોડ રોડ પર નીરજ એપારમેન્ટમાં લીફ્ટનો કેબલ તૂટી જતા મહિલા ફસાઈ ગઈ હતી. ફાયરના જવાનોએ મહિલાને દોરડા બાંધીને બચાવી લીધી છે. મહિલા લીફ્ટમાં ત્રીજા માળે ગ્રીલની જાળીમાં ફસાઈ જવા પામી હતી. આ બનાવમાં લિફ્ટ છટકી જતી તો મહિલાનો જીવ જાય તેમ હતો તેમ બચાવ કામગીરી કરનાર ફાયર ઓફિસરે જણાવ્યું હતું. લિફ્ટના ઉપરના ભાગેથી મજબુતીથી બાંધીને સપોર્ટ સાથે બાંધી દીધી હતી. ત્યાર બાદ ફસાયેલી ગ્રીલ છટકાવી હતી. લિફ્ટ ફરી બેથી ત્રણ ફુટ જેટલી નીચે ગઈ અને સ્થિર થઈ પછી ગ્રીલ ખોલીને મહિલાને બચાવાઈ હતી.
(4:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
