<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 7th December 2025

જામનગર શહેરમા ’’સ્પેશ્યલ કોમ્બીંગ ડ્રાઇવ’’ કામગીરી કરતી જામનગર જીલ્લા પોલીસ

શંકરટેકરી,દિ.પ્લોટ-૪૯ ચારણ નેશ, દિગ્જામ સર્કલ,બાવરીવાસ, હનુમાન ટેકરી, જાગૂતિનગર,ગણપતનગર,વૂલનમીલ ફાટક,રેલ્વે પાટા વિસ્તારમા કામગીરી

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૭ : પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ, અશોકકુમાર (IPS)નાઓએ તથા પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈની (IPS) નાઓએ જામનગર જીલ્લાના,પ્રોહીબુટલેગર્સ,જાણીતા જુગારીઓ,મિલકત સબંધી/શરીર સબંધી/ ગુનાના આરોપીઓને ચેક કરવા સુચના કરેલ હોય.

      જેથી તા.૦૬/૧૨/૨૦૨૫ ના રોજ  જામ સીટી સી ડીવી પોલીસ સ્ટેશન વિસ્તારના શંકરટેકરી,દિ.પ્લોટ-૪૯ ચારણ નેશ, દિગ્જામ સર્કલ,બાવરીવાસ, હનુમાન ટેકરી, જાગૂતિનગર,ગણપતનગર,વૂલનમીલ ફાટક,રેલ્વે પાટા વિસ્તારમા ’’સ્પેશ્યલ કોમ્બીંગ ડ્રાઇવ’’ દરમ્યાન  નીચેની મુજબ કામગીરી કરવામા આવેલ. 

’’સ્પેશ્યલ કોમ્બીંગ ડ્રાઇવ’’ કામગીરીઃ- 

(૧) પ્રોહીબીશન કેસ---૦૮

(૨) મિલ્કત સબંધી ગુનાના એમ.સી.આર ઇસમો ચેક-૨૮ 

(૩) માથાભારે ઇસમો ચેક -૦૮

(૪) અસામાજીક ઇસમો ચેક-૦૬

(૫) ટપોરી ઇસમ ચેક-૦૭

(૬) પ્રોહી બુટેલગર્સ/પ્રોહી ધંધાર્થી ચેક-૨૭ 

(૭) જાણીતા જુગારી/ધંધાર્થી ચેક-૦૭

(૮) અવાવરૂ જગ્યા તથા ઝુપડપટ્ટી  ચેક- ૦૪

(૯) વાહન ચેક-૧૩૬

(૧૦)હોટલ ધાબા/ધાર્મિક  સ્થળ ચેક-૩૧

(૧૧) વાઇટલ ઇન્સ્ટોલેશન ચેક-૦૬ 

  નાયબ પોલીસ અધિક્ષક  જયવિરસિંહ ઝાલાના સુપરવિઝન હેઠળ, એલ.સી.બી સીટી પો.ઇન્સ વી.એમ.લગારીયા,તથા સીટી સી પો.સ્ટે. પો.ઇન્સ .એન.બી.ડાભી, સીટી એ પો.સ્ટે પો.ઇન્સ. એન.એ.ચાવડા તથા સીટી બી ડીવી પો.ઇન્સ.પી.પી.ઝા,તથા  બેડી મરીન પો.સ્ટેના પો.ઇન્સ. વી.બી.ચૌધરી તથા મહિલા પો.સ્ટે પો.ઇન્સ. એ.કે.પટેલ તથા તથા  એલ.સી.બી. /એસ.ઓ.જી સ્ટાફ સાથે આ કાર્યવાહીમા પો.ઇન્સ-૦૬,પો.સબ ઇન્સ-૧૦,આશરે ૧૦૦ પોલીસ સ્ટાફ.દ્રારા કાર્યવાહી કરવામા આવેલ છે. 

 

(1:53 PM IST)