તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 1st January 2025
રાજ્યના બે સિનિયર IAS અધિકારીને બઢતી : IAS ડી થારા અને IAS વત્સલા વાસુદેવને બનાવાયા અધિક મુખ્ય સચિવ
IAS ડી. થારા અગાઉ અમદાવાદના મ્યુનિસિપલ તરીકે ફરજ પર રહી ચૂક્યા છે.

અમદાવાદ : રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગે રાજ્ય સરકારના વર્ષ 2012ની બેચના 17 IAS અધિકારીઓના સિલેક્શન ગ્રેડને મંજૂરી આપી છે. તેમજ અન્ય 9 IAS અધિકારીઓને સિનિયોરિટીમાં વધારો કર્યો છે.
આ દરમિયાન રાજ્યના વધુ બે IAS અધિકારીને પ્રમોશન આપવામાં આવ્યું છે. સરકારના સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ કમલ દયાણીએ હુકમ કરીને વડોદરા ખાતે ગુજરાત ઈન્ડસ્ટ્રીઝ પાવર કંપની લિ.ના મેનેજિંગ ડિરેક્ટર 1995 બેચના IAS વત્સલા વાસુદેવને સરકારના અધિક મુખ્ય સચિવના ગ્રેડમાં બઢતી આપવામાં આવી છે.
આ ઉપરાંત નવી દિલ્હી ખાતે કેન્દ્ર સરકારના આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયના અધિક સચિવ 1995 બેચના IAS ડી. થારાને રાજ્ય સરકારના અધિક મુખ્ય સચિવના ગ્રેડ સાથે પ્રમોશન આપવામાં આવ્યું છે. IAS ડી. થારા અગાઉ અમદાવાદના મ્યુનિસિપલ તરીકે ફરજ પર રહી ચૂક્યા છે
(11:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
