<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st January 2025

સાયલા પાસે ખનીજ ચોરી કરતા ત્રણ ડમ્‍પર સીઝ

વઢવાણ તા.૧: સુરેન્‍દ્રનગર જિલ્લા ખાણખનીજ વિભાગની ટીમે સાયલા વિસ્‍તારમાંથી ગેરકાયદેસર ખનીજ વહન કરતા ૩ડમ્‍પર ઝડપી ૩૦ લાખનો મુદામાલ જપ્ત કરી સીઝ કરી દેતા ખનીજ માફિયાઓમાં ફ્‌ફ્‌ળાટ વ્‍યાપી ગયેલ છે. ખાણ ખનીજ અધિકારી જગદીશ વાઢેરની ટીમ ચેકિંગ કરી રહી હતી. એ દરમિયાન સાયલાના મોટા કેરાળા ગામ નજીક બ્‍લેક ટ્રેપ ભરેલા ૩ ડમ્‍પર પસાર થતા સમયે ઝડપી લઈ રૂ.૩૦ લાખનો મુદામાલ જપ્ત કરી ત્રણેય ડમ્‍પર સીઝ કરી દેવાયા હતા. એક ડમ્‍પરની નંબર પ્‍લેટ પણ ગાડીમાં હોવાથી ડ્રાઈવર હાથમાં પકડીને ઉભો રહેતો દેખાય છે. અનેક ડમ્‍પર નંબર પ્‍લેટ વગર ખનીજ ચોરી કરતા હોય છે. આગળની તપાસ સુરેન્‍દ્રનગર ખાણ ખનીજ વિભાગ ચલાવી રહી છે.

(7:13 PM IST)