<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st January 2025

૧૦ વર્ષથી બંધ પડેલ બિલેશ્વર ખાંડ ઉદ્યોગને પુનઃ શરૂ કરવા આઇપીએલ કંપની દ્વારા કવાયત

કોડીનાર તાલુકા ની જીવાદોરી સમાન બીલેશ્વર ખાંડ ઉદ્યોગ ની ૬૬ મી સાધારણ સભા ખેડૂતો માં ખુશી સાથે શાંતિપૂર્ણ યોજાઈ ૬૫ કરોડ બાકી લેણું ચૂકતે થતા બિલેશ્વર ખાંડ ઉદ્યોગ થયો કરજમુક્‍ત

કોડીનાર તા.૧(અશોક પાઠક દ્વારા) કોડીનાર તાલુકા ની જીવાદોરી સમાન અને આ તાલુકા ના ખેડૂતો ની માતળસંસ્‍થા એવી બીલેશ્વર ખાંડ ઉદ્યોગ ની ૬૬ મી વાર્ષિક સાધારણ સભા  ચેરમેન પી.એસ.ડોડીયા ની અધ્‍યક્ષતામાં મળી સભા ની શરૂઆત સંસ્‍થા ના એમ.ડી રાજનભાઈ વૈશ એ વાર્ષિક હિસાબો તેમજ અગાઉ ની સાધારણ સભા નું પ્રોશીડિંગ તેમજ ફેકટરી ને લીઝ ઉપર આપી શરૂ કરવા સહિત ના ફેક્‍ટરી ને લગતા મુદા વાંચી ને કરી જેમાં સભાસદો ના પ્રશ્નો ના જવાબો ની આપલે થી થઈ જેમાં સભાસદો ના પ્રશ્નોના સંતોષ કારક જવાબો આપ્‍યા હતા.

આ તકે સંસ્‍થા ના એમ. ડી રાજનભાઈ વૈશે જણાવ્‍યું હતું કે ગીર ના ખેડૂતો ની જીવાદોરી સમાન બંધ પડેલી સુગર મીલો પુનઃ શરૂ કરવા ઈન્‍ડીયન પોટાશ લી. એ કવાયત શરૂ કરી છે ત્‍યારે આજે છેલ્લા દસ વર્ષથી બંધ પડેલી કોડીનાર બિલેશ્વર ખાંડ ઉદ્યોગની ૬૬ મી સાધારણ સભા નુ ે આયોજન થયું હતું ૨૦૧૬ થી બંધ પડેલી અને ભારે કરજ નાં બોજ નીચે દબાયેલી બિલેશ્વર ખાંડ ઉદ્યોગ આખરે બોજા મુક્‍ત  થઇ છે ધી ગુજરાત કો ઓપરેટિંવ બેંક નું ૧૩૧ કરોડ દેવું હતું જે વન ટાઈમ સેટલમેન્‍ટ સ્‍કીમ હેઠળ આઇપીએલ દ્વારા ૬૫ કરોડ ચૂકવી ખાંડ ફેકટરી ને બોજા મુક્‍ત કરવામાં આવી સાથો સાથ કોડીનાર બિલેશ્વર ખાંડ ઉદ્યોગના સ્‍થાનિક દેવા જેવા કે કર્મચારીઓના પાછલા બાકી લેણા, ખેડૂત ભાઈઓના શેરડીના બિલ ની બાકી રકમો, કર્મચારીઓની ભવિષ્‍યમાં થનારી ગ્રેજ્‍યુટી ની રકમ વગેરે બાકી રકમ પણ ઇન્‍ડિયન પોટાશ લી. ચૂકવી આપશે ત્‍યારે આ સાધારણ સભા માં ખેડૂતો ને શેરડી આપી ખાંડ ઉદ્યોગ ફરી બેઠો કરવા આહ્વાન કરવામાં આવ્‍યું છે વધુ માં વધુ શેરડી નું વાવેતર કરવા ખેડૂતો ને અનુરોધ કરાયો છે અત્‍યાર સુધી માં અંદાજે ૬ હજાર એકર જમીન પર શેરડી નું વાવેતર થયા ની નોંધ થઈ છે અને હજુ પણ ખેડૂતો વધુ વાવેતર કરે અને તેની નોંધ ખાંડ ઉદ્યોગ માં વહેલા કરાવે તેવી વિનંતી કરવામાં આવી છે સાધારણ સભા માં આઇપીએલ કંપની ના અધિકારી ઓ પણ ઉપસ્‍થિત રહ્યા હતા જેઓ  બંધ પડેલી ખાંડ ફેકટરી નું નિરીક્ષણ કરશે ત્‍યારબાદ જાન્‍યુઆરી મહિના થી ફેકટરી નું રપેરિંગ અને રીનોવેશન કામ હાથ ધરશે અને બિલેશ્વર ખાંડ ઉદ્યોગ કોડીનાર આવતા વર્ષે ઓક્‍ટોમ્‍બર નવેમ્‍બર મહિના આસપાસ શરૂ થવાની આશા સેવાઈ રહી છે જેને લય ખેડૂતો માં ખુશી જોવા મળી રહી છે.કોડીનાર શુગર મીલ માં દરરોજ ૩૨૦૦ થી ૪૦૦૦ ટન શેરડી નું પિલાણ કરવામાં આવશે અને સીઝન ની કુલ ૪ લાખ ટન શેરડી પિલાણ કરવાનો હાલ પ્રાથમિક અંદાજ લગાવાઇ રહ્યો.

  સભા ના અંતે ખાંડ ઉદ્યોગ ના ચેરમેન પી.એસ.ડોડીયા એ જણાવ્‍યું હતું કે ૭૦ વર્ષથી ખેડૂતોના હિતમાં કામ કરતી ઇન્‍ડિયન પોટાશ લિમિટેડ કંપનીને આપણી ફેક્‍ટરી લીઝ ઉપર આપવા માટે કંપની સાથે એલ.ઓ.આઈ થઈ ચૂકયું છે. ઇન્‍ડિયન પોટાશ લિ.,ન્‍યુ દિલ્‍હી દ્વારા આ પ્‍લાન્‍ટ ચાલુ કરવાથી સ્‍થાનિક સારી આવડત ધરાવતા કર્મચારીઓ ને પણ રોજગારી મળશે, શરૂઆત થીજ ખેડૂતોને શેરડી નો ટેકાનો ભાવ પણ મળશે, શેરડી નું પૂરું પેમેન્‍ટ ખેડૂત ના ખાતા માં એક આંકડે સીધું જમા થશે ત્‍યારે આ વિસ્‍તાર ના ખેડૂત ભાઈઓ એ વધુમાં વધું સારી ગુણવત્તા વાળી શેરડીનું વાવેતર કરે તે માટે ગામડેગામડે મીટીંગ કરવી અને શેરડીનું વાવેતર કરાવવું અગાઉ થી વાવેતર કરેલી શેરડી કે જેની નોંધ કરાવવાની બાકી છે તેઓ પણ નોંધ કરાવી દે તેમના માટે પણ સ્‍પેશિયલ ટુકડી ફાળવવામાં આવશે જેથી શેરડીનાં સારા ભાવો મળી શકે તેવો વિશ્વાસ આપી અંતે જો આ ખાંડ ઉદ્યોગ ને પુનઃ જીવિત કરવો હશે તો સર્વે સભાસદો એ ખંભે થી ખંભો મિલાવી નેજ આ ફેકટરી ને જીવિત કરી શકાશે અને જ્‍યારે પણ ઇન્‍ડિયન પોટાશ લિમિટેડ ન્‍યુ દિલ્‍હી ના હાજર અધિકારીઓએ આ ખાંડ ઉદ્યોગ શરૂ થાય ત્‍યારે સર્વે એ પોતાની નૈતિકતા સમજી સારી ગુણવત્તા વાળી શેરડી વધુંમાં વધું ફેકટરી ને આપવા નોંધ કરેલ તમામ ખેડૂતોની શેરડી ઇન્‍ડિયન પોટાશ લી ખરીદશે તેઓ વિશ્વાસ આપ્‍યો હતો જેને સર્વે સભાસદો એ ટેકો આપ્‍યો હતો ં કોડીનાર તાલુકા ની સર્વે સહકારી સંસ્‍થાના આગેવાનો, પદાધિકારીઓ અને તાલુકાભરના અગ્રણીઓ ખેડૂતો અને સભાસદો હાજર રહ્યા હતા.

 કોડીનાર પંથક માં શેરડી એ મુખ્‍ય પાક હોય અને તેનું વિપુલ પ્રમાણમાં ઉત્‍પાદન થાય છે ત્‍યારે આ ફેકટરી બંધ રહેવા થી ૭૮ જેટલા ગ્રામ્‍ય વિસ્‍તારના ૧૨૦૦૦ સભાસદો, ખેડુતો અને તાલુકા ના વેપારીઓ ને દર વર્ષે અંદાજે ૧૫૦ થી ૨૦૦ કરોડ જેટલા ટર્નઓવર નું નુકસાન થાય છે

ખાંડ ઉદ્યોગના ચેરમેન પી.એસ. ડોડીયા એ  જણાવ્‍યું હતું કે ગીર સોમનાથ જીલ્લા ની ત્રણેય ખાંડ ઉદ્યોગ છેલ્લા લાંબા સમય થી બંધ પડ્‍યા છે ત્‍યારે કોડીનાર બિલેશ્વર ખાંડ ઉદ્યોગ પણ બંધ પડી રહેવાથી કોડીનાર તાલુકાને મોટું આર્થિક નુકસાન સહન કરવું પડે છે તેવા સમયે પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી ની સૂઝબૂઝ થી સરકાર માંથી જરૂરી સહયોગ મેળવી આ સરકાર નોજ એક ભાગ ગણાતી ઇન્‍ડિયન પોટાશ લિમિટેડને ખાંડ ફેક્‍ટરી લીઝ ઉપર લેવા સહમત કરી  બોર્ડ ને પણ સતત માર્ગદર્શન આપી આ ખાંડ ઉદ્યોગને પુનઃ શરૂ કરવા નું ભગીરથ કાર્ય કર્યું છે આનો સંપૂર્ણ શ્રેય  દિનુભાઈ ને આપીએ છીએ અને તેમનો તેમજ ગળહ પ્રધાન અમિતભાઈ શાહ, જીએસસી બેંકના ચેરમેન અજયભાઈ પટેલ અને ધારાસભ્‍ય ડો. પ્રદ્યુમન વાજાનો નો પણ આભાર માનીએ છીએ.

 

(1:04 PM IST)