<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st January 2025

માંજલપુરમાં શાકભાજીના વેપારી સાથે અસમાજીક તત્વોએ કરી મારામારી :ચાર આરોપીઓની ધરપકડ

શાકભાજી બાબતે તકરાર થતા વેપારી પર લાકડી તિક્ષ્ણ હથિયાર સાથે 10થી વધુ લોકો તૂટી પડ્યા :વેપારીને માથા હાથ અને શરીર પર ગંભીર ઈજા પહોંચી

વડોદરા શહેરમાં એક તરફ 31 ની ઉજવણી કરવામાં આવી રહી હતી તો બીજી તરફ શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ જ્યુપિટર ચાર રસ્તા પર શાકભાજીના વેપારી પર અસામાજિક તત્વો તૂટી પડ્યા હતા. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, તો બીજી તરફ વેપારીને માથા હાથ અને શરીર પર ગંભીર ઈજા પહોંચી હતી. બનાવ અંગે માંજલપુર પોલીસે ચાર ઈસમોની ધરપકડ કરી ફરાર થયેલા અન્ય શખ્સોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

સમગ્ર વડોદરા શહેર એક તરફ 31મી ડિસેમ્બરની ઉજવણીમાં જોતાયું હતું. ઉમળકાભેર લોકોએ નવા વર્ષ 2025 ને આવકાર્યું હતું. તો બીજી તરફ શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા જયુપીટર ચાર રસ્તા પર જાહેરમાં મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. શાકભાજીના વેપારીને ઘેરીને અસામાજિક તત્વોએ માર માર્યો હતો. શાકભાજી બાબતે તકરાર થઈ હતી. જેમાં શાકભાજીના વેપારી પર લાકડી તિક્ષ્ણ હથિયાર સાથે 10થી વધુ લોકો તૂટી પડ્યા હતા. જે ઘટનામાં વેપારીને માથા હાથ અને શરીર પર ઈજા પહોંચી છે.

બનાવ અંગે મારામારીની ઘટનામાં માંજલપુર પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે, તો બીજી તરફ મારામારીની ઘટનાનો લાઇવ વિડિયો સામે આવ્યો હતો. બે રીક્ષા ભરીને કેટલાક તોફાની તત્વો આવ્યા હતા અને જાહેરમાં માર મારતા ઘટના સ્થળે અન્ય હાજર લોકોમાં પણ ભયનો માહોલ ફેલાયો હતો. સમગ્ર બનાવે ફરિયાદના આધારે માંજલપુર પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે અન્ય આરોપીઓ ફરાર થયા હોય તેઓની શોધખોળ પણ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

(9:17 PM IST)