<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st January 2025

અમરેલી જીલ્લામાં સાત વાહન ચાલકો સહિત ૫૩ શખ્સો ઢીંગલી થયેલ ઝડપાયા

જીલ્લામાં દેશી દારૂના ૨૨ દરોડા : પાંચ મહિલાઓ સહિત ૧૯ શખ્સો મુદ્દામાલ સાથે ઝડપાયા

  અમરેલીતા.૧: પોલિસ અધિક્ષક સંજય ખરાતની સુચના અને માર્ગદર્શન હેઠળ થટી ફસ્ટ પહેલા પોલિસદ્વારા જીલ્લાભરમાં નાકાબંધી કરીને ડ્રિકસ એન્ડ ડ્રાઈવદરમ્યાન જુદાજુદા સ્થળોએથી સાત વાહન ચાલકો સહિત ૫૩ શખ્સોને નશો કરી ઢીંગલી થયેલ હાલતમાં પોલિસે ઝડપી લઈ જેલની હવા ખવડાવી સરભરા કરી હતી.જેમાં લાઠી,ધારી,અમરેલીસીટી, જાફરાબાદ ટાઉન,બાબરા, સાવરકુંડલા ટાઉન,અમરેલી રૂરલ,રાજુલા,ચલાલા, સાવરકુંડલા રૂરલ,બગસરા, મરીન પીપાવાવ,દામનગર,ડુંગર,વંડા,પોલિસદ્વારા કાર્યવાહી હાથધરી હતી.તેમજ જીલ્લામાંપોલિસે જુદા જુદા ૨ ૨ સ્થળોએ દેશી દારૂના દરોડા પાડીને ૫ મહિલાઓસહિત ૧૯શખ્સોને મુદામાલ સાથે ઝડપી પાડયા હતા.જેમાં ડુંગર, મરીન પીપાવાવ, બગસરા, લીલીયા, ખાંભા, સાવરકુંડલા રૂરલ, સાવર કુંડલા ટાઉન,બાબરા,જાફરાબાદ ટાઉન, અમરેલી સીટી, લાઠી પોલિસદ્વારા કાર્યવાહી હાથ ઘરવામાં આવી હતી.

(7:36 PM IST)