News of Wednesday, 1st January 2025
નવા વર્ષે સસ્તી થશે હવાઈ મુસાફરી
જેટ ફયુઅલના ભાવમાં ઘટાડો

નવી દિલ્હી : હવાઈ મુસાફરી કરતા લોકો માટે નવા વર્ષે સારા સમાચાર આવ્યા છે. સરકારી ઓઈલ કંપનીઓએ એરલાઈન્સને મોટી રાહત આપતા જેટ ફયુઅલના ભાવમાં ઘટાડો(ATF Price Cut) કરવાની જાહેરાત કરી છે. જેના પગલે નવા વર્ષે હવાઈ મુસાફરી સસ્તી થઈ શકે છે. ડોમેસ્ટિક એરલાઈન્સ માટે એર ટર્બાઈન ફયુઅલ એટલે કે એટીએફની કિંમતમાં પ્રતિ કિલો લીટર ૧૪૦૧ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. ATFના ભાવમાં ઘટાડા બાદ ઘરેલુ હવાઈ મુસાફરી સસ્તી થઈ શકે છે.
એર ફયુઅલના ભાવમાં લગભગ ૧.૫૦ ટકાનો ઘટાડો સરકારી ઓઈલ કંપનીઓએ એવિએશન ઈંધણની કિંમતોની સમીક્ષા કરીને એટીએફની કિંમતો ઘટાડવાનો નિર્ણય કર્યો છે. ૧ જાન્યુઆરી, ૨૦૨૫ થી સ્થાનિક એરલાઇન્સ માટે એર ફયુઅલના ભાવમાં લગભગ ૧.૫૦ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. ૧૪૦૧.૩૭ રૂપિયા પ્રતિ કિલોલીટરના ઘટાડા બાદ રાજધાની દિલ્હીમાં ખ્વ્જ્ની કિંમત હવે ૯૦૪૫૫.૪૭ રૂપિયા પ્રતિ કિલોલીટર થઈ ગઈ છે જે ગયા મહિને ૮૧,૮૫૬.૮૪ રૂપિયા પ્રતિ કિલોલીટર હતી.
(12:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
