News of Wednesday, 1st January 2025
જામનગરમાં હોન્ડાના શો-રૂમમાં થયેલ ચોરી અંગે બે પરપ્રાંતિય ઝડપાયા

જામનગર તા. ૧: ગઇ તા. ૧૮/૧૨/૨૦૨૪ દાખલ થયેલે ગુન્હાના કામે રણજીતસાગર રોડ ઉપર આવેલ અવધ ઓટો મોબાઇલ્સ (હોન્ડા શો રૂમ) માંથી કુલ રોકડા રૂ-૨,૩૭,૪૪૦/- ની ચોરી થયેલ હોય. જે ગુન્હો શોધી કાઢવા ે પેટ્રોલીંગમાં હતા દરમ્યાન હકિકત મળેલ હોય કે ચોરીમાં સંડોવાયેલ ઇસમો કે જે સી.સી.ટી.વી. ફુટેઝમાં આવી ગયેલ હોય તે પૈકીના બે આરોપીઓ (૧)યતીન પ્રવિણભાઇ સીદ્રોજા ગુર્જર સુથાર ઉવ.૩૬ ધંધો. સુથારીકામ રહે. અંબીકા સૌમીલ કમ્પાઉન્ડ, સરદાર ચાલ, રૂમ નં-૮, જાસ્મીન એપાર્ટમેન્ટની સામે, ભરડાવાડી રોડ, એસ.વી. રોડ, અંબોલી નાકા, અંધેરી વેસ્ટ, મુંબઇ-૪૦૦૦૫૮(૨) સુનીલ શીવ પરીયાર ે નેપાળી ઉવ.૨૮ ધંધો.ડ્રાઇવિંગ રહે વિકટરી પાર્ક પ્લોટ નં-૬૫ ફ્લેટ નં-૩૦૩, વિભાગ-૧૭ પિત્થ સરાય કલમ્બોલી નોદે જી.રેઇગઢ રાજ્ય મહારાષ્ટ્ર મુળ રહે. તીમીસૈન ગામ મંગલસેન નગરપાલીકા જયગઢ રાજ્ય. અચ્છામ, નેપાળવાળાઓને ગણતરીના દિવસોમાં પકડી પાડી મજકુર બન્નેની પુછપરછમાં પોતે ગુન્હાની કબુલાત આપેલ હોય જેથી મજકુર બન્ને ઇસમો પાસેથી રોકડા રૂ-૧૩,૫૦૦/- તથા બેમોબાઇલ ફોન કિ.રૂ- ૯,૦૦૦/-મળીઆવતા ઉપરોકત ગુન્હાના મુદામાલ તરીકે કબ્જે કરી ઘરફોડ ચોરીનો વણ શોધાયેલ ગુનો ડીટેકટ કરેલ છે તેમજ મજકુર આરોપીઓને અટક કરી રીમાન્ડ મેળવી આગળની તપાસ તજવીજ ચાલુ છે.
સહ આરોપીઓની વિગત
(૧) ઉમેશ ઉર્ફે બિરેન્દ્ર માનબહાદુર માઝી રહે. કાલીકોટ જી.માનમંગ, નેપાળ હાલ રહે, પુન્ના, મહારાસ્ટ્ર (૨) જનક ઉર્ફે ડી.કે. મનીરામ સોની રહે, મોટા વરાછા તળાવ પાસે નંદઘરની બાજુમાં સુરત (૩) કમલ ખત્રી રહે. મુંબઇ છે.
આ કામગીરી પો. ઇન્સ. એનએ.ચાવડા એ.એસ.આઇ. નરેન્દ્રસિંહ કે. ઝાલા તથા પો. કોન્સ. રવિભાઇ ગોવિંદભાઇ શર્મા તથા વિજયભાઇ બળદેવભાઇ કાનાણી તથા યોગેન્દ્રસિંહ નીરૂભાસોઢા તથા ખોડુભા કનુભા જાડેજા દ્વારા કરવામાં આવેલ છે.
(7:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
