તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 1st January 2025
જામનગરના મોટી ખાવડીમાં યુવાને ગળેફાંસો ખાઇ લેતા મોત

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા.૧: જામનગર જિલ્લાના મોટી ખાવડી ગામે આંબાવાડી વિસ્તાર રણજીતસિંહ જાડેજાની ઓરડીમાં રહેતા સંજીવકુમાર જગરનાથ રાય, ઉ.વ.રપ એ મેઘપર(પડાણા) પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.૩૧–૧ર–ર૦ર૪ના મરણજનાર પવનકુમાર બ્રહ્મદેવ રાય, ઉ.વ.રર વાળો પોતાના રહેણાક મકાનમાં કોઈપણ કારણોસર પોતાની જાતે ગળાફાંસો ખાઈ લેતા મરણ ગયેલ છે.
જુગાર રમતા બે ઝડપાયા
અહીં સીટી ''બી'' ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. કલ્પેશભાઈ રમેશભાઈ અઘારાએ ફરીયાદ નોંધાવી છે કે, તા.૩૧–૧ર–ર૦ર૪ના રીલાયન્સ મોલવાળી ગલીમાં આરોપી રતીલાલ વીરજીભાઈ ગોહીલ, મીતેશ માવજીભાઈ પરમાર એ ચલણી સિકકો ઉછાળી કાટછાપ બોલી પૈસા લગાડી હારજીત કરી જુગાર રમતા કુલ રૂપિયા ર૪૦ર/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.
રામપર ગામે બંધ
મકાનમાં હાથફેરો
પંચ 'એ' પોલીસ સ્ટેશનમાં દિનેશભાઈ ખીમજીભાઈ મકવાણા, ઉ.વ.૪ર, રે. રામપર ગામ, તા.જિ.જામનગરવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૩–૧ર–ર૦ર૪ ના ફરીયાદી દિનેશભાઈના બંધ મકાનમાં કોઈ અજાણ્યા ચોર ઈસમે પ્રવેશ કરી બંધ મકાનની ઓસરીમા રાખેલ એક ડેગ પીતળની જે આશરે ૧૦૦ કિલો વજનની જેની કિંમત રૂ.૩૦,૦૦૦/– ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.
ધુવાંવ ગામે આંકડા લખતો ઝડપાયો
પંચ 'એ' પોલીસ સ્ટેશનમાં કોન્સ. ચેતનભાઈ રમેશભાઈ ઘાઘરેટીયા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૩૧–૧ર–ર૦ર૪ ના ધુવાંવ હાઉસીંગ બોર્ડ હુશેની ચોક પાસે આરોપી શબ્બીર અબ્બાસભાઈ રફાઈ એ વર્લીમટકાના આંકડા લખી લખાવી પૈસાની હારજીત કરી રોકડા રૂ.૬ર૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.
ખટીયા પાટીયા પાસે જુગાર રમતા બે ઝડપાયા
મેઘપર(પડાણા) પોલીસ સ્ટેશનમાં યુવરાજસિંહ ગજેન્દ્રસિંહ ઝાલા, ઉ.વ.૩૧–૧ર–ર૦ર૪ ના ખટીયા પાટીયા, ખોડીયાર મંદિર પાસે આરોપી મહેન્દ્રસિંહ ઉર્ફે ચકો ભરતસિંહ જાડેજા, દિલીપ કિશોરભાઈ વાઘેલા એ ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્યાન રોકડા રૂ.૯પ૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.
મોટરસાયકલ ચોરી
જામજોધપુર પોલીસ સ્ટેશનમાં દેવેન્દ્રસિંહ બચુભા જાડેજા, ઉ.વ.૪ર, રે. ગાયત્રી મંદિરની બાજુમાં, ગાયત્રીનગર, જામજોધપુરગામ વાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.રપ–૧ર–ર૦ર૪ના ફરીયાદ દેવેન્દ્રસિંહ ના રહેણાક મકાનની બહાર પોતાનું સુઝુકી કંપનીનું એકસેસ મોટર સાયકલ જેના રજી.નં. જી.જે.૧૦ સીડી–પપપ વાળુ જેની કિમત રૂ.ર૦,૦૦૦/– નું કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.
ફલ્લા ગામના બસ સ્ટેશનમાં અજાણ્યા પુરૂષનું બિમારીથી મોત
જામનગર જિલ્લાના ફલ્લા ગામે રહેતા કમલેશભાઈ નારણભાઈ ધમસાણીયા, ઉ.વ.૪૦ વાળાએ પંચ 'એ' પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.૩૧–૧ર–ર૦ર૪ ના ફલ્લા ગામના બસ સ્ટેશનમાં મરણજનાર એક અજાણ્યો પુરૂષ, ઉ.વ.આ.પ૦ થી ૬૦ વાળો અશકતીના કારણે અથવા કોઈ કુદરતી બીમારીના કારણે મરણ ગયેલ છે.
(7:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
