તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 1st January 2025
પોરબંદરમાં કરોડોની છેતરપીંડીમાં ઝડપાયેલ મનનને ૪ દિવસની રિમાન્ડઃ અન્ય ૨ આરોપીઓ ફરાર

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ૧: જલારામ ક્રેડિટ કો ઓપરેટિવ સોસાયટીના મેનેજર સંજય દાવડા તેના પત્ની સપના અને પુત્ર મનન સામે રૂા. ૭૦ ૭૩૦૦૦ ની છેતરપીંડીનો ગુન્હો નોંધાયા બાદ આ ત્રણેય આરોપીઓ ફરાર થઇ ગયેલ હતા.જેમાં એક આરોપી મનન ઝડપાય જતા પોલીસે તેમને કોર્ટમાં રજૂ કરીને ૧૦ દિવસની રિમાન્ડની માગણી કરતા મનનની કોર્ટે ૪ દિવસની રિમાન્ડ મંજુર કરી છે.
જલારામ ક્રેડિટ કો ઓપરેટિવ સોસાયટી લી.ના મેનેજર સંજય દાવડા, તેની પત્ની સપના અને પુત્ર મનન સામે ૭૦ લાખ, ૭૩ હજાર,૩૦૦ ની છેતરપીંડી કર્યાની જયેશ વરવાડિયા નામના યુવાને પોલીસ ફરિયાદ બાદ એક આરોપી મનનન કમલાબાગ પોલીસ પકડી લીધો હતો.
ત્રણેય આરોપીઓ સામે અત્યાર સુધીમાં અંદાજે છ કરોડ રૂપિયાની છેતરપીંડી થયાની અરજીઓ આવી છે ત્યારે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે ત્યાર ેમનનને રીમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો ત્યારપછી કમલાબાગ પોલીસ મથકના ઇન્સપેકટર આર.સી. કામનિયાએ જણાવ્યું હતું કે મનનના ચાર દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. મનન ના પિતા સંજય દાવડા અને માતા પના દાવડા કયાં છુપાયા છે? તથા કરોડો રૂપિયાની રકમ બેન્કમાંથી ઉપાડી લીધા પછી કયા સગેવગે કરી? સહિતની વિગતો બહાર આવશે.
(7:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
