News of Wednesday, 1st January 2025
‘ઇન-સ્પેસ' ના સંયુકત નિયામક લોચન સેહરાનો જન્મદિન
રાજકોટ પૂર્વ પ્રાંત અધિકારી, જૂનાગઢના પૂર્વ કમિશનર

રાજકોટઃ ગુજરાતના સૌથી મોટા મહાનગર અમદવાદના મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવી ચુકેલા શ્રી લોચન સેહરા (આઇ.એ.એસ.ર૦૦ર) નો જન્મ તા. ૧ જાન્યુઆરી ૧૯૮૦ ના દિવસે થયેલ તેઓ મુળ રાજસ્થાનનાં વતની છે. આજે ૪૬ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.
શ્રી લોચન સેહરા ભુતકાળમાં સાબરકાંઠામાં તાલીમ સમય પુર્ણ કર્યા બાદ રાજકોટમાં મદદનીસ કલેકટર, જુનાગઢમાં મ્યુનિસીપલ કમિશનર ભરૂચ અને સુરતમાં જિલ્લામાં વિકાસ અધિકારી, દાહોદ, મહેસાણા અને વડોદરામાં જિલ્લા કલેકટર રાજયમાં સ્ટેમ્પ ડયુટી અધિક્ષક, શહેરી વિકાસ કંપનીમાં એમ.ડી. શહેરી વિકાસ વિભાગમાં સચિવ વગેરે પદ પર કામગીરી કરી છે. હાલ તેઓ ભારત સરકારની સંસ્થા ઇન્ડિન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઇઝેશન સેન્ટર અમદાવાદ ખાતે સંયુકત નિયામક તરીકે ફરજ બજાવી રહયા છે. મો. ૯૯૭૮૪ ૦૯૯૦૨-અમદાવાદ.
(12:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
