<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st January 2025

રાજકોટ નાગરિક સહકારી બેંક ના નવમાસિક પરિણામોઃ બિઝનેશ

રૂા. ૧૦,૪પ૦ કરોડ, નફો રૂા. ૧૦૬.ર૪ કરોડ અને નેટ એનપીએ ઝીરો : પરિણામોમાં અવિરત પ્રગતિનું પ્રતિબિંબ પડે છેઃ દિનેશભાઇ પાઠક-જીવરાજભાઇ પટેલ

રાજકોટઃ સૌરાષ્‍ટ્ર-કચ્‍છની સર્વ પ્રથમ મલ્‍ટીસ્‍ટેટ શેડયુલ્‍ડ કો-ઓપરેટીવ બેંક, રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. ના નાણાકીય વર્ષ ર૦ર૪-રપ ના નવમાસિક પરિણામોમાં બિઝનેશ રૂા.૧૦,૪પ૦ કરોડ અને નફો રૂા. ૧૦૬.ર૪ કરોડ નોંધાયેલ છે.

બેંકના ચેરમેન દિનેશભાઇ પાઠક અને વાઇસ ચોરમેન જીવણભાઇ પટેલની સંયુકત યાદી જણાવેછે કે, ‘૩૧ ડિસેમ્‍બર ર૦ર૪ ના પૂર્ણ થતાં ત્રીજા કવાર્ટરના પરિણામો જોઇએ તો, બિઝનેશ  રૂા. ૧૦,૪પ૦ કરોડ, થાપણ રૂા. ૬,૩ર૧, ધિરાણ રૂા.૪,૧ર૯, નફો રૂા.૧૦૬.ર૪ કરોડ છે. સીડી રેશિયો ૬પ.૩૧ ટકા છે. ‘ઝીરો નેટ એન.પી.એ.'ની સિદ્ધિ જાળવી રાખેલ  હોવાનું યાદીમાં જણાવાયું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ત્રણ લાખથી વધુ સભાસદો ધરાવતી બેંક દ્વારા સભાસદ ભેટની કામગીરી સફળતાથી ચાલી રહી છે. મોબાઇલ એપ્‍લીકેશન RNSB GUFT-2024 ર૦ર૪ માં ઓનલાઇન રજીસ્‍ટ્રેશન અને ઘેર બેઠા વિતરણની વ્‍યવસ્‍થાને કારણે સભાસદોને ઝંઝટ વિના અને સરળતાથી ઘેર બેઠા ભેટ મળી રહી છે. ખૂબ જ ટૂંકા સમયમાં ૭૦ હજારથી વધુ સભાસદોએ સભાસદ ભેટનું રજીસ્‍ટ્રેશન કરાવેલું છે. વિશેષમા઼ બેંકે ગત વર્ષે ૧૮ ટકા ડિવીડન્‍ડ આપ્‍યું છે. છેલ્લા ૧૧ વર્ષથી સભાસદોને રૂા. ૧ લાખના વીમાનું સુરક્ષા કવચ આપેલ છે. આવી જ રીતે ગ્રાહક સુવિધાની વાત કરીએ તો,ડિજીટલ બેંકિંગના આ યુગમાં ખાતેદારોને અદ્યતન બેકિંગ સુવિધા મળી રહે તે માટે મોબાઇલ અને વ્‍હોટ્‍સએપ બેકિંગ ઉપલબ્‍ધ છે. બેંકની વિવિધ શાખાઓમાં ઇ-લોબી કાર્યરત છે. જેમાં એટીએમ-સીડીએમ (કેશ ડિપોઝીટ કમ એટીએમ) અને પાસબુક પ્રિન્‍ટર કાર્યરત છે અર્થાત ર૪×૭ ×૩૬પ દિવસ અવિરત રોકડ જમા કે ઉપાડ અને અન્‍ય બેંકિગ કાર્યો કરી શકાય છે. વિશેષમાં, ડિજીટલ ટ્રાન્‍ઝેકશનના યુગમાં, બેંકમાં થતાં કુલ વ્‍યવહાર પૈકી ૯ર ટકા વ્‍યવહારો ડીજીટલ થતાં હોવાનું બેંકના સીઇઓ અને જનરલ મેનેજર વિનોદ શર્માએ જણાવ્‍યું છે. (૩પ-૧૧)

(12:37 PM IST)