News of Wednesday, 1st January 2025
મનપાની વેરા શાખા આક્રમક : જામનગર રોડ -પુષ્કરધામ-કાન્તાશ્રી વિકાસ રોડ સહિતના વિસ્તારમાં ૧૧ મિલ્કતને તાળા
પ નળ કનેકશન કટ્ટ : બપોર સુધીમાં ૧પ.૯ર લાખની વસુલાત

રાજકોટ, તા. ૧: મહાનગરપાલિકાના કમિશનરની સુચના અનુસાર વેરા વસુલાત શાખા દ્વારા વર્ષ ર૦ર૪-રપ ની રીકવરી ઝુંબેશ અંતર્ગત ૧૧-મિલ્કતોને સીલ મારેલ તથા ૧૦ મિલ્કતોને સીલની કાર્યાવહી કરતા રિકવરી થયેલ તથા પ-નળ કનેકશન કપાત કરવામાં આવ્યા હતા. જયારે ર-નળ કનેકશન કપાત કરતા રીકવરી થયેલ આજના દિનની કુલ રીકવરી રૂ. ૧પ.૯ર લાખ થઇ હતી.
જેમાં વોર્ડ નં.રમાં રૈયા રોડ પર આવેલ ‘ધ સીટી સેન્ટર'થર્ડ ફ્લોર શોપ નં .૩૩૫ ને સીલ મારેલ. રૈયા રોડ પર આવેલ ૧-યુનીટને સીલ મારેલ. જામનગર રોડ પર આવેલ પુષ્કરધામ ગ્રાઉન્ડ ફ્લોર શોપ નં -૭ ને સીલ મારેલ. જામનગર રોડ પર આવેલ પુષ્કરધામ ગ્રાઉન્ડ ફ્લોર શોપ નં -૬ ને સીલ મારેલ. જામનગર રોડ પર આવેલ પુષ્કરધામ ફર્સ્ટ ફ્લોર શોપ નં -૧૦૭ ને સીલ મારેલ. મોચી બજારમાં આવેલ ‘ગોકુલ કોમ્પ્લેક્ષ' થર્ડ ફ્લોર શોપ નં-૩૧૪ ને સીલ મારેલ.
જયારે વોર્ડ નં-૩માં દાના પીઠ લાભ ચેમ્બર્સમાં થર્ડ ફ્લોર શોપ નં -૩૦૮ ને સીલ મારેલ.
વોર્ડ નં-૫ માં પેડ્ક રોડ પર આવેલ ૧-નળ કનેક્શન કપાત શક્તિ સોસાયટીમાં ૧-યુનિટના બાકી માગણાં સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂ.૭૫,૦૦૦/- નો PDC ચેક આપેલ.
વોર્ડ નં-૬ માં ગુજરાત હાઉસિંગ બોર્ડમાં કવાર્ટર નં-૫૮ ૧-નળ કનેક્શન કપાત, ગુજરાત હાઉસિંગ બોર્ડમાં કવાર્ટર નં-૧૧૨૫ ૧-નળ કનેક્શન કપાત.
વોર્ડ નં-૮માં ૧૫૦ ફૂટ રીંગ રોડ પર આવેલ ક્રિસ્ટલ કોમર્શિયલ કોમ્પલેક્ષ ફર્સ્ટ ફ્લોર શોપ નં-૧૦૧ ને સીલ મારેલ.
વોર્ડ નં-૧૪ માં કાન્તા વિકાસ ગળહ રોડ પર આવેલ ‘આરાધના કોમ્પ્લેક્ષ' ફર્સ્ટ ફ્લોર શોપ નં-૧૦૧ ને સીલ મારેલ.
કાન્તા વિકાસ ગળહ રોડ પર આવેલ ‘આરાધના કોમ્પ્લેક્ષ' ફર્સ્ટ ફ્લોર શોપ નં-૧૦૭ ને સીલ મારેલ.
કાન્તા વિકાસ ગળહ રોડ પર આવેલ ‘આરાધના કોમ્પ્લેક્ષ' ફર્સ્ટ ફ્લોર શોપ નં-૧૦૮ ને સીલ મારેલ.
ઉપરાંત વોર્ડ નં-૧૫ માં નવા થરોળા વિસ્તારમાં સર્વોદય સોસાયટી ૧-નળ કનેક્શન કપાત.
વોર્ડ નં-૧૬ કોઠારીયા મેઈન રોડ પર આવેલ મણી નગરમાં ૧-નળ કનેક્શન કપાત.
આજ રોજ બપોરે સુધી માં ૧૧-મિલકતોને સીલ મારેલ તથા ૧૦-મિલકતોને સીલની કાર્યવાહી કરતા રિકવરી થયેલ તથા ૫-નળ કનેક્શન કપાત તથા ૨-નળ કનેક્શન કપાત કરતાં રીકવરી થયેલ આજના દિનની રીકવરી રૂા.૧૫.૯૨ લાખ રીકવરી કરેલ છે. જયારે ૦૧ એપ્રિલ થી આજ દિન સુધીની કુલ રિકવરી રૂ.૩૧૩.૩૨ કરોડ થઇ છે.
આ કામગીરી નાયબ કમિશનર સી.કે.નંદાણી તથા આસી.કમિશનર સમીર ધડુક, સેન્ટ્રલ ઝોન મેનેજર વત્સલ પટેલ ,સિદ્ધાર્થ પંડ્યા ,ભાવેશ પુરોહિત,વેસ્ટ ઝોન મેનેજર મયુર ખીમસુરીયા,ફાલ્ગુની કલ્યાણી ,ઇસ્ટ ઝોન મેનેજર નીલેશ કાનાણી, ગૌરવ ઠક્કર તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્સપેક્ટરો દ્વારા વેરા વસુલાતની સઘન કામગીરી કરવામાં આવેલ છે.
(12:45 PM IST)










