<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st January 2025

નુતન ગુરુ આરાધના ભવન ના આંગણે ઉજવાયું ‘‘પંચ પરમેષ્ઠિ આરાધના તપ''

રાજકોટઃ તા.૦૧ નુતન ગુરુ  આરાધના ભવન (માલવિયા નગર - ૧) ખાતે           ગોંડલ સંઘાણી સંપ્રદાયના શાસન દીપક પ. પૂ. નરેન્‍દ્રમુની  મહારાજ સાહેબના આજ્ઞાનુવર્તિ તથા ગાદીપતિ પ .પૂ. પંથક મુની મહારાજ સાહેબના આજ્ઞાનુવર્તિ તથા બા.બ્ર. પ. પૂ  જય વિજય કાન્‍ત ગુરુણી મૈયાના શુશિષ્‍ય રત્‍ના બા.બ્ર. પ. પૂ  સાધના બાઈ મહાસતીજી ની શુભ નિશ્રામાં બા.બ્ર.પંડિત રત્‍ના વિધુષિ પૂ. જયાબાઈ મહાસતીજીની પચીસમી પુણ્‍યતીથી માગસર વદ નોમ તથા પ્રવર્તીની ચારિત્ર જયેષ્ઠા બા.બ્ર. વિજયાબાઈ મહાસતીજી ની માગશર વદ તેરસ સાતમી પુણ્‍યતિથી નિમિતે  પાંચ દિવસીય ‘‘પંચ પરમેંષ્ઠી આરાધના તપ''ઉપાશ્રય ખાતે યોજાયેલ તેમ યાદી ગોંડલ સંઘણી સંપ્રદાય પ્રમુખ અશોક્‍ભાઈ કોઠારી તથા સંઘ પ્રમુખ જયેશભાઈ દેસાઈ એ જણાવ્‍યું હતું તપ દરમ્‍યાન પાંચેય દિવસ પૂ. સાધનાબાઈ સ્‍વામી એ તથા પૂ. વર્ષાબાઈ સ્‍વામી પૂ. ખ્‍યાતીબાઈ સ્‍વામી પૂ. હીનાબાઈ સ્‍વામી (બેન સ્‍વામી) એ વ્‍યાખ્‍યા વાણી નો લાભ આપેલ  ઉપરાંત ત્રિરંગી સામાયિક,સમૂહજાપ તથા બપોરના પૂ. આરતીબાઈ સ્‍વામી તથા પૂ. ચંદનાબાઈ સ્‍વામી એ  ‘‘નારી શ્રુતજ્ઞાન સંસ્‍કાર શીબિર ''નું તથા સાંજે પ્રતિકમણ નું ખુબજ સુંદર આયોજન કરી પર્યુષણ પર્વ જેવો માહોલ ઉભો થઇ ગયેલ.   શેષકાળમાં વ્‍યાખ્‍યાન વાણી નો લાભદરેક ને મળે તેવી  વિનંતી જયેશભાઈ એ પુ. સ્‍વામીને કરતા તેઓએ આઠમ પાખીમાં વ્‍યાખ્‍યાન ની સમંતી આપતા ભાઈઓ બહેનોમાં હર્ષાઉલ્લાસ છવાયેલો હતો. પૂ બેન સ્‍વામી એ પારણા ને દિવસે મોરબી જૈન શાળાના બાળકો ને તથા નુતન ગુરુ  જૈન શાળાના બાળકો નો સુંદર કાર્યક્રમ કરાવેલ  સાથે સ્‍વામીનારાયણ ચોક પાસે આવેલ કળષ્‍ણ ડેરી ફાર્મ ના  ભાઈઓનો સ્‍વામી પ્રત્‍યે ની શ્રદ્ધા તથા સાધાર્મિક ભક્‍તિ નો ભાવ જાણી તેમનું સન્‍માન શ્રી સંઘે કરેલ

 આ તકે ગોંડલ થી કમલેશભાઈ  તથા રમેશભાઈ પણ હાજર રહ્યા હતા.આ તકે શ્રાવિકા મડળના તળપ્તિબેન દોશીએ બહેનો માટે  સાડી (ડ્રેશ કોડ)ની રજૂઆત કરેલ અશોક્‍ભોઈ કોઠારી એ તુરંતજ ગોંડલ સંઘાણી સંઘ વ્‍યવસ્‍થા કરી આપશે તેવી જાહેરાત કરતાબહેનો મા હર્ષ છવાય ગયો હતો. તપસ્‍વીઓ તથા બાળકોનું દાતાના સહયોગથી ખુબજ સારું બહુમાન થયેલ છે, તેવું જયેશભાઈ એ જણાવેલ ભાવેશભાઈ ગાંધી સતત હાજર રહેલ,કાર્યક્રમ સફળ બનાવવા જયેશભાઈ દેસાઈ, અમરીશભાઈ દફતરી, અતુલભાઈ ખજુરીયા, ભાવેશભાઈ ગાંધી, કલ્‍પેશ દફતરી, નીદેસ્‍ભાઈ વખારિયા, અલ્‍પેશભાઈ   મહતા, કિરીટભાઈ સંઘાણી, ગૌરાંગભાઈ  ઉચાટ, રજનીભાઈ શેઠ, વગેરે તથા મહિલા મંડળના તળપ્તિબેન દોશી, ભારતીબેન મહેતા નેહાબેન વખારિયા, બીનાબેન ઉચાટ, શ્રદ્ધાબેન શેઠ જ્‍યોતિ દેસાઈ, દક્ષાબેન શેઠ વગેરેએ જહેમત ઉઠાવેલ હતી.(૩૮.૧૬)

 

(12:53 PM IST)