<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st January 2025

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાટિયા પાસે રાજસ્થાની પરિવારને અકસ્માત નડતા માતા-પુત્રીના મોત

ઇનોવા કાર અને ટ્રેક્ટર વચ્ચે વહેલી સવારે અકસ્માત : 5 લોકો ઈજાગ્રસ્ત થતા ખંભાળિયાની સરકારી જનરલ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયા

( કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા તા.૧ :             દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાટિયા પાસે રાજસ્થાની પરિવારને અકસ્માત નડતા માતા-પુત્રીના મોત નીપજતા અરેરાટી વ્યાપી ગઈ છે.

          પ્રાપ્ત માહિતી મુજબ રાજસ્થાનથી નિકળેલ એક પરિવારને ભાટિયા નજીક હાઇવે પર  અકસ્માત નડયો હતો.ઇનોવા કાર અને ટ્રેક્ટર વચ્ચે વહેલી સવારે અકસ્માત સર્જાતાં 2 લોકોના મોત નીપજ્યાં હતા.

      જ્યારે 5 લોકો ઈજાગ્રસ્ત થતા જેને ખંભાળિયાની 108 દ્વારા સરકારી જનરલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. 

(12:25 PM IST)