તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 1st January 2025
ઉકાણી પરિવાર દ્વારા ૬ જાન્યુ. થી ત્રિદિવસીય મનોરથ : ભવ્ય ધર્મયાત્રા
લાડકવાયી દિકરીના લગ્ન નિમિતે ૧૨.૫ એકરમાં ઇશ્વરીયા ખાતે વૃંદાવન ધામનું નિર્માણ :નાથદ્વારા થી ચાર્ટર પ્લેનમાં ‘ધ્વજાજી' આવશે, ડુંગર દરબારથી રાધીકા ફાર્મ સુધી ભવ્ય શોભાયાત્રા :સમગ્ર રાજકોટને ‘ગોકુળીયુ' બનાવવા શ્રેષ્ઠીઓ સંસ્થાઓની ૫૧ સભ્યોની ટીમ કામે લાગી : શાહિ લગ્નોત્સવ પૂર્વે વૈષ્ણવોમાં મનોરથ,‘ધ્વજાજી'નું સ્વાગત, શોભાયાત્રા સહિતના ધાર્મિક કાર્યક્રમોની હારમાળા : ‘ધ્વજાજી' મનોરથમાં લાભ લેવા મૌલેશભાઇ ઉકાણીનું જાહેર આમંત્રણ

રાજકોટ તા.૧: સેવાભાવી, દાનવીર, ઉદ્યોગપતિ મૌલેશભાઈ ઉકાણી ની લાડકી દિકરી ચિ. રાધાના ‘શાહિ' લગ્નોત્સવ પૂર્વ યોજાનારા ‘મનોરથ' તથા શ્રીનાથદ્વારા ‘ધ્વજાજી' આરોહણ નો સમગ્ર રાજકોટની જનતાને લાભ મળે તે માટે સર્વ સમાજના અગ્રણી અને સંસ્થાઓ કાર્યરત બની છે. શ્રી નાથદ્વારા ની ‘ધ્વજાજી' ની ભવ્યાતિભવ્ય શોભાયાત્રા માટે તડામાર તૈયારીઓ શરૂ થઇ છે.
રાજકોટના જાણીતા ઉદ્યોગપતિ અને પાટીદાર સમાજના મોભી, એવા દ્વારકાધીશના પરમભકત મૌલેશભાઇ ઉકાણી પરિવાર દ્વારા કાલાવડ રોડ પર ઇશ્વરીયાના ‘દ્વારકાધીશ ફાર્મ' ખાતે ૧૨.૫ એકર વિશાળ જગ્યામાં વળંદાવન ધામ ઉભું કરવામાં આવ્યુ છે. મૌલેશભાઈ ઉકાણીની લાડકવાયી દિકરી ચિ. રાધાના લગ્નોત્સવ પૂર્વ તા. ૭,૮,૯, જાન્યુઆરી ના રોજ ત્રિદિવસીય મનોરથ ની ઉજવણી થશે. નાથદ્વારા થી ખાસ ચાર્ટર પ્લેનમાં શ્રી નાથજીની ‘ધ્વજાજી' નું આગમન થશે.
પાટીદાર સમાજના મોભી ડો. ડાયાભાઈ પટેલે તબીબી વ્યવસાયને માનવસેવામાં તબદીલ કરી હજારો દર્દીઓના જીવનમાં સ્વાસ્થ્ય અને સુખનો સરવાળો કર્યો છે. માનવ સેવા એજ ધર્મના સિધ્ધાંતને મૌલેશભાઇ એ પિતા પાસેથી અપનાવી પોતાના વ્યવસાય બાનલેબ થકી તો દેશ-વિદેશમાં ઉદ્યોગપતિ તરીકે પાટીદાર સમાજના મોભી, જાણીતા દાનવીર, મુંઠી ઉચેરા માનવી તરીકે લોકોના હદયમાં સ્થાન મેળવ્યુ છે. યુવા ઉદ્યોગપતિ, દ્વારકાધીશના પરમ ભકત, જગતમંદિર દ્વારકાના ટ્રસ્ટી, ઉમિયાધામ સિદસરના ચેરમેન, રાજકોટ સહીત સૌરાષ્ટ્રની ૧૦૦ થી વધુ સંસ્થાઓ સાથે જોડાયેલા મૌલેશભાઈ ઉકાણી તથા સોનલબેન ઉકાણીની લાડકી દિકરી ચિ. રાધા ના લગ્ન સૌરાષ્ટ્રના જાણીતા ઉદ્યોગગુહ, દાતા પરિવાર નીતીનભાઈ પોપટભાઈ પટેલના પુત્ર ચિ. રીશી સાથે યોજાશે. તે પૂર્વે ઉકાણી પરિવાર દ્રારા ત્રિદિવસીય મનોરથનું આયોજન કરવામાં આવ્યુ છે.
ઉકાણી પરિવારના લગ્ન પૂર્વ યોજાનારા ‘મનોરથ' તથા ધ્વજાજી આરોહણમાં જાહેર જનતાને મૌલેશભાઈ ઉકાણી, નટુભાઈ ઉકાણી, જય ઉકાણી, લવ ઉકાણી તથા બાન પરિવાર દ્વારા આમંત્રણ અપાયું છે.
શ્રીનાથજીની ધ્વજા આરોહણ અને મનોરથ પ્રસંગને ભવ્ય-દિવ્ય બનાવવા માટે શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, ડી.વી. મહેતા, વૈષ્ણવ સંપ્રદાય સાથે જોડાયેલા ઉદ્યોગપતિ જગદીશભાઈ કોટડીયા, મુકેશભાઈ શેઠ, મનસુખભાઈ પાણ, કિરીટભાઇ આદ્રોજા, ભરતભાઈ ડઢાણીયા, હરીશભાઇ લાખાણી, સર્વાનંદભાઈ સોનવાણી, મનીષભાઈ માદેકા, ગુણુભાઈ ડેલાવાલા, પ્રભુદાસભાઈ પારેખ, જે.કે.પટેલ, ઘનશ્યામભાઈ હેરભા, યુસુફભાઈ માકડા, ભરતભાઈ ગાજીપરા, જતીનભાઈ ભરાડ, અજયભાઈ પટેલ, પરિમલભાઈ પરડવા, હરીસિંહ સુચરીયા, રમેશભાઈ ઠકકર, રાજુભાઇ પોબારૂ, મીતલભાઈ ખેતાણી, કિરણભાઈ છૈયા, ભાગ્યેશભાઈ વોરા, જીતુભાઈ કોઠારી, વિજયભાઈ દેસાણી, અનુપમભાઈ દોશી, કલ્પેશભાઈ ઉકાણી, સુનીલભાઈ વોરા, નલીનભાઈ તન્ના, વિજયભાઈ ડોબરીયા, કિશોરભાઈ રાઠોડ, દેવાંગભાઈ માકડ, નિરજભાઈ પટેલ, ચંદુભાઈ પરમાર, ઉપેનભાઈ મોદી, શૈલેષભાઈ જાની, જીજ્ઞેશભાઈ રાઠોડ, ધર્મેન્દ્રભાઈ જીવાણી, બીપીનભાઈ બેરા, જીજ્ઞેશભાઈ આદ્રોજા, માંઘાતાસિંહ જાડેજા, રમેશભાઈ રાણીપા, ચંદુભાઈ ખાનપરા, પુનીતભાઈ ચોવટીયા, રાજુભાઈ કાલરીયા, રાજનભાઈ વડાલીયા, સમીરભાઈ હાંસલીયા, જીતભાઈ શાપરીયા, જયેશભાઇ વાછાણી સહીત ૫૧ સભ્યોની ટીમ કામે લાગી ગઇ હોવાનું યાદીમાં જણાવાયું છે.
૬ જાન્યુ. ના રોજ યોજાનારી ધર્મયાત્રા અંગે વિગત આપતા શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશી, શિક્ષણ જગતના ડી.વી. મહેતા, જાણીતા ઉદ્યોગપતિ જગદીશભાઈ કોટડીયા એ જણાવ્યુ હતુ કે રાજકોટ સહીત સૌરાષ્ટ્રની અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા દાનવીર- દાતા મૌલેશભાઈ ઉકાણી પરિવારમાં લગ્નોત્સવ પૂર્વ યોજાનારા મનોરથ તથા શ્રીનાથદ્વારા ની ‘ધ્વજાજી' નો અલૌકિક અવસર રાજકોટની જનતા માટે એક યાદગાર સંભારણું બની રહેશે. આ અવસરે સમગ્ર રાજકોટને ‘ગોકળીયું' બનાવવા કામગીરી શરૂ થઇ છે. આગામી તા. ૬ જાન્યુઆરી એ બપોરે ત્રણ વાગ્યે શ્રી નાથદ્વારાથી ચાર્ટર પ્લેનમાં ‘ધ્વજાજી' આવશે ત્યારે એરપોર્ટ થી ૨૧ ગાડીઓના કાફલા સાથે ‘ધ્વજાજી' ને કાલાવડ રોડ ઉપર બાનલેબની ઓફિસ ખાતે લઇ જવાશે જયાં ભવ્યાતિભવ્ય સ્વાગત થશે. ત્યારબાદ ફરીવાર ‘ધ્વજાજી' ને ર૧ ગાડીઓના કાફલા સાથે ૧૫૦ ફુટ રીંગ રોડ પર અમીન માર્ગના છેડે ડુંગર દરબાર ખાતે લઇ જવાશે. જયાંથી પદયાત્રા રૂપે ધર્મયાત્રા શરૂ થશે.
શ્રી નાથજીની ‘ધ્વજાજી' સાથે ત્રણ વિન્ટેજ કાર, ત્રણ બગીઓ, ખેડી ગૌ શાળાની ૮૪ યુવાનોની રાસ મંડળી, બે વી.જે., સહીત વિશાળ સંખ્યામાં વૈષ્ણવો અને ધર્મપ્રેમી જનતા પદયાત્રા સ્વરૂપે ધર્મયાત્રામાં જોડાશે. આ ધર્મયાત્રા ડુંગર દરબારથી નાનામૌવા સર્કલ, નાનમૌવા રોડ, આલાપ ટવીન્ ટાવર, અલય પાર્ક, હરીદ્વાર હાઇટસ્ થઇ સ્પીડવેલ ચોક થઇ ન્યુ ૧૫૦ ફુટ રીંગ રોડ પર રાધીકા ફાર્મ સુધીની વિશાળ શોભાયાત્રા યોજાશે.(૪૦.૧૫)
(12:22 PM IST)










