<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st January 2025

સુરતના સ્ટીલ પ્લાન્ટમાં ભીષણ આગ, ૪ લોકોના દાઝી જવાથી મોત

વર્ષના અંતિમ દિવસે શહેરમાં આગ લાગવાની વધુ એક ઘટના પ્રકાશમાં આવી:સુરતની AMNS કંપનીમાં આગનો મામલો મૃતકોના પરિવારજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે પરિવારજનોએ કંપનીના માલિકો સામે આક્ષેપો કર્યા છે

સુરત,તા.૧

સુરતની AMNS કંપનીમાં આગનો મામલો મૃતકોના પરિવારજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે  પરિવારજનોએ કંપનીના માલિકો સામે આક્ષેપો કર્યા છે. અને  હજુ સુધી કંપનીના કોઈ અધિકારી ફરક્યા નથી તેવું તે લોકોનું કહેવું છે. પરિવારજનો ડ્ઢદ્ગછ ટેસ્ટની વાત કરી પણ કંપનીના અધિકારી ફરક્યા નહીં તેવો તેમનો આક્ષેપ છે. આપને જણાવી દઈએ એક જ પરિવારના બે સભ્યોના દુર્ઘટનામાં થયા છે. અને આ  મોતનો  કંપની તરફથી હજુ સુધી કોઈ જવાબ આપવામાં આવ્યો નથી. આગની ઘટનામાં કુલ ચાર લોકોના નિપજ્યા છે મોત પોલીસ પણ ફરિયાદ ન લેતી નહીં હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

સુરતમા હજીરાની AMNS કંપનીમાં બ્લાસ્ટનો મામલે સવાલોના ઘેરામાં આવી  છે આ આગની સમગ્ર દુર્ઘટના બનાવના ૪ કલાક બાદ પરિવારને જાણ કરાઈ મોત થયું હોવા છતાં ચુપોઅવાયું હોવાના પરિવારના આક્ષેપ છે.  ગત સાંજે ૬ વાગ્યાની આજુ બાજુ બની હતી બ્લાસ્ટની ઘટના પોલીસને પણ દુર્ઘટનાના કલાકો બાદ જાણ કરાઈ હતી. કંપનીના કોરેક્ષ-૨ પ્લાન્ટમાં થયો હતો બ્લાસ્ટ સમગ્ર ઘટનામાં કુલ ૪ લોકોના કરૃણ મોત થયા હતા.

આ મુદ્દે કંપની દ્વારા મહત્વપૂર્ણ નિવેદન આપવામાં આવ્યું છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે,"છસ્દ્ગજી હજીરાની કામગીરીમાં સાધનસામગ્રીની નિષ્ફળતાને કારણે કોરેક્સ પ્લાન્ટમાં અકસ્માતની જાણ કરતાં અમને દુઃખ થાય છે. સાંજે લગભગ છ વાગ્યે શટડાઉન કર્યા પછી યુનિટને ફરીથી શરૃ કરતી વખતે આ અકસ્માત થયો હતો. એક ખાનગી કંપનીના ચાર કોન્ટ્રાક્ટ કામદારો નજીકની લિફ્ટ (લિફ્ટ) પર જાળવણી કરતી વખતે તેમાં ફસાઈ ગયો હતો અને એક કર્મચારીને સામાન્ય ઈજાઓ થઈ હતી અને તેને તાત્કાલિક પ્લાન્ટ પરિસરમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને તેની હાલત છે સુધારો.

કંપનીએ એમ પણ કહ્યું કે, "અમે અસરગ્રસ્ત કર્મચારીઓના પરિવારોને તમામ શક્ય મદદ પૂરી પાડી રહ્યા છીએ. તમામ ઇમરજન્સી પ્રોટોકોલ તાત્કાલિક સક્રિય કરવામાં આવ્યા હતા અને વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે." કંપનીના કોરેક્સ પ્લાન્ટમાં આગ કેવી રીતે લાગી તે અંગે કંપની અને પોલીસ તપાસ કરી રહી છે જેમાં ૪ કામદારોના મોત થયા છે.

મૃતકોના નામ

(૧) જીજ્ઞેશ દિલીપકુમાર રહે અડાજણ સુરત પટેલ

(૨) પતિ જવાહર ફલીને વ્યારા રહેવાસી ધવલકુમાર નરેશભાઈ

(૩) પટેલ સંદીપકુમાર અશોકભાઈ ખંડાલ મુહવા કોટડા સુરત ગુજરાત

(૪) ગણેશ સૂરજ બુધ રહે, બાલાપુર રોડ દશેરા નગર સેગાઓ ભુલદાન

મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નવી સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. હજીરા પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોતનો ગુનો નોંધવામાં આવ્યો છે.

(9:48 PM IST)