તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 1st January 2025
વાંકાનેરમાં થર્ટીફર્સ્ટ અનુસંધાને કડક વાહન ચેકીંગ : મોડી રાત સુધી પોલીસ ખડેપગે
કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચોકે ચોક ચુસ્ત બંદોબસ્ત : ડીવાયએસપી સારડા

(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર, તા. ૧ : થર્ટીફર્સ્ટ અનુસંધાને વાંકાનેર શહેરમાં પોલીસ દ્વારા મોડી રાત સુધી કડક વાહન ચેકીંગ કરાયું હતું.
નવા વર્ષની વેલકમ ૨૦૨૫ ની હર્ષ સાથે ઉજવણી ઉજવણી ઉન્માદ મા ન ફેરવાય તે માટે પોલીસ તંત્ર દ્વારા સમી સાંજથી ફરજ ના ભાગે કડકડતી ઠંડીમાં જીલ્લા પોલીસ વડાની સૂચના માર્ગદર્શનથી શહેર પોલીસ તંત્ર એલર્ટ રહ્યું ત્યારે વાંકાનેર પોલીસ થર્ટી ફર્સ્ટ અંતર્ગત વાહન ચેકિંગ ઝુંબેશ સમી સાંજથી શરૂ કરી મોડી રાત્રે વહેલી સવાર સુધી વાંકાનેર શહેરની શેરીગલી થી લઈ હાઇવે નેશનલ ને જોડતા માર્ગો પર પસાર થતા વાહનો અને વાહનચાલકોને અટકાવી જીણવટ ભરી તપાસ સાથે વાંકાનેર સીટી પોલીસ એ જિલ્લા પોલીસ વડા ની સૂચના સાથે નાયબ પોલીસ અધિક્ષકના માર્ગદર્શનથી પીઆઇ એચ વી ધેલા, સમગ્ર પોલીસ સ્ટાફ વાંકાનેર શહેર પોલીસની હદમાં આવેલા વિનપરા જકાતનાકા અમરસર ફાટક ટોલનાકા વગેરે વિસ્તારોમાં વાહન ચેકિંગ કર્યુ હતું. (૯.૧૮)
(1:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
