તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૪ શનિવાર
News of Wednesday, 1st January 2025
આ વર્ષ તમામ માટે નવા પ્રસંગ, સફળતા અને અનેક ખુશીઓ લઇને આવશેઃ નરેન્દ્રભાઇ
દેશભરમાં ર૦રપના હર્ષોલ્લાસ સાથે વધામણા :નવું વર્ષ બધા માટે આનંદ, સફળતા અને સમૃધ્ધી લઇને આવે તેવી પ્રાર્થનાઃ ભુપેન્દ્રભાઇ

નવી દિલ્હી તા. ૧: દેશભરમાં નવા વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે. નવા વર્ષમાં કાશ્મીરથી લઇને કન્યાકુમારી સુધી નવા વર્ષનું સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સહિતના નેતાઓએ નવા વર્ષની શુભકામના પાઠવી હતી.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ નવા વર્ષ ૨૦૨૫ના પ્રસંગે શુભકામના પાઠવી છે. વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરતા લખ્યુ, ‘‘આ વર્ષ તમામ માટે નવા પ્રસંગ, સફળતા અને અનેક ખુશીઓ લઇને આવશે. તમામને ઉત્તમ સ્વાસ્થ્ય અને સમળદ્ધિના આશીર્વાદ મળે.''
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પણ ૨૦૨૫ના નવા વર્ષની શુભકામના પાઠવી હતી. રાજનાથ સિંહે લખ્યુ, ‘‘તમને બધાને નવા વર્ષની શુભકામનાઓ. આ વર્ષ તમારા બધા માટે સુખ, સમળદ્ધિ અને સારા સ્વાસ્થ્ય લઈને આવે, આ જ મારી મંગલકામના છે.''
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે પણ સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર ૨૦૨૫ના નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી. ભૂપેન્દ્રભાઇ પટેલે લખ્યુ, ‘‘આ વર્ષ બધા માટે આનંદ, સફળતા અને સમળદ્ધિ લઈને આવે તેવી પ્રાર્થના. ચાલો આપણે સૌ પ્રગતિ, એકતા અને ઉજ્જવળ ભવિષ્ય માટેનો માર્ગ મોકળો કરીને વિક્ષિત ભારત અને વિકસીત ગુજરાત તરફ સાથે મળીને કામ કરીએ.''
(12:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
